શોધખોળ કરો

Gandhinagar: ગરીબોનું ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે હોબાળો, વીએચપી-બજરંગ દળે પોલીસ સ્ટેશનમાં આપી અરજી

ગાંધીનગરમાંથી વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ગઇ મોડીરાત્રે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, શહેરમાં સેક્ટર 7માં આ મામલે પોલીસે સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી

Dharm Parivartan News: ચૂંટણી ટાણે ગાંધીનગરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં કેટલાક લોકો દ્વારા ગરીબ પરિવારનોનું માઇન્ડ વૉશ કરીને ધર્મ પરિવર્તન કરવાનો કારસો રચાઇ રહ્યો હોવાની વાત સામે આવી છે, આ મામલે ગઇ મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, સાથે સાથે ગાંધીનગરમાં સેક્ટર 7માં આ મામલે અરજી પણ આપવામાં આવી હતી. 

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાંથી વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ગઇ મોડીરાત્રે ધર્મ પરિવર્તન કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, શહેરમાં સેક્ટર 7માં આ મામલે પોલીસે સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી, ખરેખરમાં, ગાંધીનગરમાં રહેતા ગરીબ પરિવારોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધર્મ પરિવર્તન માટે લોભ અને લાલચ આપવામાં આવી રહી હતી, આ પરિવારોના સભ્યોનું માઇન્ડ વૉશ કરવામાં આવી રહ્યું હતુ, આ સમગ્ર ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો, બાદમાં શહેરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. 

વધુ એક 'લવ જેહાદ', ધમકાવીને 3 વર્ષ સુધી દુષ્કર્મ, ધર્મ પરિવર્તનની કોશિશ.... ગ્વાલિયરમાં લવ જેહાદનો શિકાર બની હિન્દુ છોકરી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 'લવ જેહાદ' સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. અહીં એક ચોક્કસ સમુદાયના યુવકે 3 વર્ષ સુધી એક યુવતીનું શારીરિક શોષણ કર્યું, અને નિર્દયતાથી માર પણ માર્યો. યુવતીનો આરોપ છે કે આરોપીઓએ તેનો ધર્મ પરિવર્તન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે તે ત્રાસ સહન ન કરી શકી તો તેણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી. આ દરમિયાન હિન્દુ સંગઠનના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા.

ફરિયાદ કરનારી યુવતીએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા તેની પડોશમાં રહેતા ચોક્કસ સમુદાયના યુવકે તેને ધમકી આપીને પોતાની સાથે લઈ ગયો હતો. યુવતીએ કહ્યું કે આરોપીએ ધમકી આપી હતી કે જો હું સાથે નહીં જાઉં તો તે પત્રમાં મારું નામ લખીને આત્મહત્યા કરી લેશે અને મારા માતા-પિતા અને ભાઈ જેલમાં જશે. યુવતીને ખબર હતી કે આરોપી યુવક પરિણીત છે.

યુવતીનું કહેવું છે કે લગ્ન પહેલા તે યુવક સાથે વાત કરતી હતી પરંતુ લગ્ન બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારથી તે તેને સતત પરેશાન કરતો હતો. આ પછી તેણે અમને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી મને તેની સાથે લઈ ગયો અને 3 વર્ષ સુધી મારું શારીરિક શોષણ કર્યું અને માર પણ માર્યો. આરોપીએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. મારી સાથે તેને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું. પીડિતાએ કહ્યું કે યુવકના પરિવારના સભ્યો પણ તેને મારતા હતા.

પીડિતાએ કહ્યું કે ગઈકાલે રાત્રે પણ તેની પત્ની અને બહેને મને માર માર્યો હતો અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મકાનમાલિક સ્થળ પર આવતા તેનો જીવ બચી ગયો હતો. આ પછી તે પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ કરવા માંગતી હતી, પરંતુ તે સમયે મહિલા સ્ટાફની ગેરહાજરીને કારણે તેણે બીજા દિવસે ફરિયાદ કરી. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ઘટનાને લઇને સીએસપીએ શું કહ્યું ? 
લવ જેહાદ સાથે જોડાયેલા આ મામલામાં સીએસપી શુભા શ્રીવાસ્તવે જણાવ્યું કે એક યુવતી પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તનની ફરિયાદ લઈને આવી હતી. તેણીએ જણાવ્યું કે એક ખાસ સમુદાયનો યુવક સતત 3 વર્ષથી તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. તેણીને માર પણ મારતો હતો. યુવતીએ જણાવ્યું કે બળજબરીથી તેનો ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ પર પોલીસે કલમ 376 હેઠળ કેસ તેમજ આરોપીના પરિવારના સભ્યો દ્વારા હુમલો અને ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget