શોધખોળ કરો

Fake Officer: ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાયો, પોલીસ ભવનમાં આમંત્રણ આપવા પહોંચ્યો ને......

આજે ગાંધીનગરમાંથી નકલી એફસીઆઇ ડાયરેક્ટરની ધરપડ કરવામાં આવી છે. શહેરમાં જમાદાર પુણ્યદેવ રાય નકલી એફસીઆઇ અધિકારી બનીને ઠેર ઠેર રૌફ જમાવતો ફરતો હતો

Fake Officer: સુરત બાદ ગાંધીનગરમાંથી પણ આજે એક નકલી અધિકારી ઝડપાયો છે. આજે ગાંધીનગરમાં નકલી એફસીઆઇ ડાયરેક્ટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા શખ્સનું નામ જમાદાર પુણ્યદેવ રાય છે અને તે ફૂડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરીનું વિઝીટિંગ કાર્ડ બતાવી રૌફ જમાવતો હતો. 

મળતી માહિતી પ્રમાણે, આજે ગાંધીનગરમાંથી નકલી એફસીઆઇ ડાયરેક્ટરની ધરપડ કરવામાં આવી છે. શહેરમાં જમાદાર પુણ્યદેવ રાય નકલી એફસીઆઇ અધિકારી બનીને ઠેર ઠેર રૌફ જમાવતો ફરતો હતો, જોકે, આજે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પુણ્યદેવ રાય ગાંધીનગરમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીનું વિઝિટિંગ કાર્ડ બતાવી રૌફ જમાવતો હતો. પોલીસ ભવનમાં સિનિયર IPS અધિકારીને વિઝિટિંગ કાર્ડ આપી કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો. ત્યારે અધિકારીને શંકા જતા તેને તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો હતો. જમાદાર પુણ્યદેવ રાય સામે ખોટા રાજ્ય સેવકનો ઢોંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. 

આ પહેલા છોટાઉદેપુર બોડેલીમાંથી પકડાઇ હતી નકલી સરકારી કચેરી 

છોટા ઉદેપુરના બોડેલીમાં પકડાયેલી નકલી કચેરી અંગે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓનું નામ એક સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ છે. આ મામલે આજે છોટા ઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ માહિતી આપી છે. જાણો જિલ્લા એસપીએ સમગ્ર બનાવમાં કામગીરી અંગે શું કહ્યું....

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની નકલી સરકારી કચેરી મુદ્દે છોટાઉદેપુરના એસપીએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટા ખુલાસા અને કામગીરી અંગે માહિતી આપી છે. નકલી સરકારી કચેરીના બનાવમાં અત્યાર સુધી પોલીસે કરેલી કામગીરી અંગે પ્રેસ કરવામાં આવી, છોટાઉદેપુર જિલ્લાના એસપી ઈમ્તિયાઝ શેખએ જણાવ્યુ કે, 26/10/2023ના રોજ પ્રાયોજના વહીવટદારના કર્મચારી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે, અને આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદની ધરપકડ કરવામાં આવી છે. બંનેની વૉટ્સએપ ચેટના આધારે અબુબકરની ધરપકડ કરવામાં આવી છે. 12 દિવસના રિમાન્ડ મળ્યા હોવાથી હાલ તપાસ ચાલી રહી છે. ભાડે ઓફિસ રાખી હતી જેનું ભાડું અબુબકર સૈયદ ચૂકવતો હતો, અન્ય કોઈ સરકારી કચેરીમાં આવા કામો કર્યા છે કે કેમ તે અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના એસપી SITના વડપણ હેઠળ SIT તપાસ કરાશે. CDR અને બેન્ક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવશે અને તેના આધારે તપાસ થશે. જે એકાઉન્ટમાં 4.15 કરોડ રૂપિયા ચૂકવાયા તે એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યુ છે. એકાઉન્ટ ઘણા સમય પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યું છે, તેમાં નાણાં હાલ નથી. સંદીપ રાજપૂત બીકૉમ સુધી ભણ્યો છે અને સરકારી કમો કરતો હતો, જ્યારે અબુબકર સૈયદ 2007થી સરકારી કૉન્ટ્રાકટના કામ કરતો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેકC.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાંMehsana Accident Case:જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના થયા મોત, જુઓ વીડિયોમાંAmit Shah: કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશવાસીઓને આપી નવા વર્ષની શુભકામનાઓ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ
Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન
Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Embed widget