Gandhinagar: ગીઝરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, ઘરના ફર્નિચરને નુકસાન
ગાંધીનગરમાં શોર્ટસર્કિટના કારણે એક ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. રાયસણમાં આવેલી પંડિત દિન દયાળ વસાહતના એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી.
ગાંધીનગર: ગાંધીનગરમાં શોર્ટસર્કિટના કારણે એક ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. રાયસણમાં આવેલી પંડિત દિન દયાળ વસાહતના એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. ન્હાવા માટે ગીઝરમાં પાણી ગરમ કરવા મુક્યું હતું. પરંતુ અચાનક હાઈવોલ્ટેજના કારણે શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં રહેલા LED ટીવીમાં પણ બ્લાસ્ટ થયો હતો. આગના કારણે ઘરના ફર્નિચરને નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે ઘરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજકોટમાં જુગાર રમવા બાબતે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
રાજકોટના ઘન્ટેશ્વર 25 વારિયામાં હત્યાની ઘટના સામે આવી છે. બેથી ત્રણ શખ્સોએ શોહિલ મેમણ નામના 25 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર જુગાર રમવા જેવી બાબતને બોલાચાલી થઇ અને ત્યાર બાદ ઉશ્કેરાઈને આરોપીએ યુવકની હત્યા કરી નાખી. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.
અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના એક ગામમાં બે મહિલાની હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ઝાણું ગામમાં બે મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક મહિલાઓ દેરાણી-જેઠાણી હતી. મળતી જાણકારી અનુસાર, મૃતક ગીતાબહેન ઠાકોર અને મૃતક મંગીબહેન ઠાકોર બપોરે લાકડા કાપવા માટે ખેતરની સીમમાં ગયા હતા. બપોર બાદ પણ પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.આ સમયે બંનેની લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બંનેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કણભા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પાટણના વેપારીને યુવતીએ ફોન કરી શરીરસુખ માણવા બોલાવ્યો, ખેતરમાં ગયા અને.....
પાટણનો વેપારી ફસાયો રૂપના મોહમાં ફસાતા ધંધે લાગી ગયો હતો. હનીટ્રેપ કરતી યુવતીએ પાટણના આધેડને ફોન પર પ્રેમભરી વાતો કરી ફસાવીને બન્નેની સહમતીથી શરીર સુખ માણ્યું. શરીર સુખ માણ્યા બાદ હનીટ્રેપ ગેંગે ફરિયાદી પાસેથી બન્દૂકની અણીએ 10 લાખ રુપિયા માગ્યા હતા. જે બાદ વેપારીએ ફરિયાદ કરતા પાટણ પોલીસે હનીટ્રેપ ગેંગના મહિલા સહીત કુલ 5 આરોપીઓને જેલ ભેગા કર્યા છે.