શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતમાં ભાજપ શરૂ કરશે ગૌરવ યાત્રા, ગૃહમંત્રી અમિત શાહ સામેલ થશે

વિધાનસભાની ચૂંટણીનો ચક્રવ્યૂહ ભેદવા માટે ગુજરાત ભાજપ ગૌરવ યાત્રા શરૂ કરશે

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીનો ચક્રવ્યૂહ ભેદવા માટે ગુજરાત ભાજપ ગૌરવ યાત્રા શરૂ કરશે. ગુજરાતમાં 12 ઓક્ટોબરથી ભાજપ ગૌરવ યાત્રા શરૂ કરશે. નવ દિવસ સુધી ચાલનારી ગૌરવ યાત્રા 144 વિધાનસભામાંથી પસાર થશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જોડાશે. જે.પી.નડ્ડાની હાજરીમાં બહુચરાજીથી યાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રા નવ જિલ્લાની 33 વિધાનસભામાં ફરી કચ્છના માતાના મઢમાં પૂર્ણ થશે.

બીજી યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઈથી નીકળશે. જે 31 વિધાનસભા બેઠકમાં ફરી ફાગવેલ ખાતે પૂર્ણ થશે. તો સૌરાષ્ટ્રમાં બે તબક્કામાં યાત્રા નીકળશે. 12 ઓક્ટોબરે દ્વારકાથી પોરબંદર જ્યારે બીજા તબકક્કાની યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી નીકળશે.ભાજપ દ્વારા ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા સહિતના નેતાઓ જોડાશે.

ભાજપની ગૌરવ યાત્રા આયોજન અંગે મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે આશીર્વાદ માટે જાય છે. 12 ઓક્ટોબરથી ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ થશે. પહેલી યાત્રા બહુચરાજી પ્રસ્થાન થશે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડા કરાવશે. જે 9 જીલ્લામાં 33 વિધાનસભામાં યાત્રા જશે. 9 દિવસની આ યાત્રામાં 38 સભાઓ થશે. કચ્છ ખાતે માતાના મઢે આ સભા પૂર્ણ થશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતે પ્રસ્થાન થશે. 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ કરશે. આ ફાગવેલ ખાતે પૂર્ણ થશે. ત્રીજી યાત્રા ઉનાઈથી જ શરૂ થશે. 14 જિલ્લા 31 વિધાનસભામાં ફરશે. 28 સભાઓ સાથે અંબાજી પૂર્ણ થશે. આ દક્ષિણ ગુજરાતમાં બંને યાત્રાનું પ્રસ્થાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે.

ગૌરવ યાત્રા અંગે ભાજપનાં ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં બે યાત્રા યોજાશે. જેમાં 12 ઓક્ટોમ્બરના રોજ એક યાત્રા દ્વારકાથી પોરબંદર યાત્રા જશે જેની શરૂઆત જે.પી.નડા કરાવશે. 22 સભાઓ થશે. 13 ઓક્ટોમ્બરથી ઝાંઝરકાથી સોમનાથ સુધી આ યાત્રા થશે. જેનું પ્રસ્થાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. પાંચેય યાત્રા મળીને કુલ 144 વિધાનસભા યાત્રા થશે. 358 સ્થળોએ યાત્રાનું સ્વાગત થશે. 145 દિવસમાં 145 જાહેરસભાઓ કરશે.

ધાર્મિક સ્થળોએ આ યાત્રા શરૂઆત કરવામાં આવતી હોય છે. બે યાત્રા સમાપન અંબાજી તેમજ સોમનાથ ખાતે તેમજ ફાગવેલ ખાતે થશે. 21 વર્ષમાં ગુજરાતમાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે. સરકારે અવનવા પ્રોજેક્ટના માધ્યમથી દેશને ભેટ આપી છે. રાજ્યનાં મંત્રીઓ ઉપરાંત કેન્દ્રિયમંત્રીઓ ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
Embed widget