શોધખોળ કરો

કમલમ પર હુમલાના કેસમાં ઇસુદાન-ઇટાલિયા સહિત કોને કોને મળ્યા જામીન, ક્યારે આવશે જેલની બહાર?

કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે.

ગાંધીનગરઃ આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા સહિત બધાના જમીન મંજૂર કરાયા છે. 

ઇસુદાન વકીલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, આજે બીડુ મળી જશે તો સાંજ સુધીમાં તમામનો જેલમાંથી છૂટકારો થઈ શકે છે. તેમજ તેમણે કોર્ટ દ્વારા જે શરત રાખવામાં આવશે તે પાલન કરવાની બાંહેધરી આપી હતી. 

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે કુલ  93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને રાતે જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે આપના એક નેતા સિવાય તમામ લોકોના જામીન નામંજૂર કર્યા હતા.  કોર્ટે રજનીકાંત પરમાર નામના આરોપી યુવકને વચગાળાના જમીન આપ્યા હતા.   

નિખિલ સવાણી અને અન્ય 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અન્ય 14 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવીણ રામ અને અન્ય 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા પછી ઇસુદાન ગઢવીને અન્ય 13 આરોપીઓ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલીયા અને 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આમ 5 તબક્કામાં 65 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓમાં એક માત્ર ઇસુદાન ગઢવીને DySPની ગાડીમાં કોર્ટમાં લાવવા આવ્યા હતા, જ્યારે અન્ય આરોપીઓને પોલીસની મોબાઈલ વાનમાં લાવવામાં આવ્યા હતા. ઇસુદાન, ગોપાલ, પ્રવીણ અને નિખિલ સહિત તમામ 65 આરોપીઓને સામાન્ય આરોપીઓને જેમ જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા અને ઓળખ પરેડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટની રૂમની બહાર પોલીસ બંદોબસ્ત સાથે બેસાડવામાં આવ્યા હતા.

આરોપી રજનીકાંત પરમાર કોર્ટમાં આવ્યા બાદ તેને જજે પૂછ્યું અને બાદમાં ઓર્ડર લખવાનો શરૂ કર્યો હતો. જેમાં પરીક્ષા હોવાથી 1 આરોપી રજનીકાંત પરમારને 1 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. જ્યારે અન્ય 64 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. આરોપીઓ રજૂ કર્યા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો ત્યાં સુધી તમામ આરોપીઓને કોર્ટ પરિસરમાં જ રાખવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget