Gandhinagar : દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો ગાંધીનગરમાં કાલે રોડ શો
મનીષ સિસોદિયા કાલે સમગ્ર દિવસ મનપાની ચુંટણી પ્રચારમાં જોડાશે. આપના ગાંધીનગર મનપાના ઉમેદવારો સાથે પણ સિસોદિયા મિટિંગ કરશે. ગાંધીનગરના લોકો અને આપના કાર્યકરો સાથે સિસોદિયાનો સંવાદ યોજાશે.
ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આવતી કાલે આપના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો ગાંધીનગરમાં રોડ શો યોજાવાનો છે. આવતી કાલે સાંજે સિસોદિયાનો પેથાપુરમાં રોડ શો યોજાશે.
મનીષ સિસોદિયા કાલે સમગ્ર દિવસ મનપાની ચુંટણી પ્રચારમાં જોડાશે. આપના ગાંધીનગર મનપાના ઉમેદવારો સાથે પણ સિસોદિયા મિટિંગ કરશે. ગાંધીનગરના લોકો અને આપના કાર્યકરો સાથે સિસોદિયાનો સંવાદ યોજાશે.
3 ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે. 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદ કરી આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગાંઘીનગર મનપા ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરના સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. દરમિયાન કોરોનાના કારણે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. 5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.
આ છે ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખઃ 6 સપ્ટેમ્બર
જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખઃ 13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ 18 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર
ઉમેદવારો પાછી ખેંચાવાની તારીખઃ 21 સપ્ટેમ્બર
મતદાન તારીખઃ 3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ જો જરૂર પડી તોઃ 4 ઓક્ટોબર
મતગણતરી તારીખઃ 5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખઃ 8 ઓક્ટોબર
ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરાઈ હતી. રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતા ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે.
રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે. કોરોનાની ગાઇડલાઇન સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. ઇન્ટરનેટ ઉમેદવારી ભરવાની સુવિધા પણ ઉમેદવારોને આપવામાં આવશે.
નોંધનીય છે કે અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયના કાર્યક્રમ અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું અને 20 એપ્રિલના રોજ મતગણતરી યોજાવાની હતી પરંતુ કોરોનાના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરાઈ હતી.