Gandhinagar Corporation Election 2021: આમ આદમી પાર્ટીએ 23 ઉમેેદવારો કર્યા જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ
રાજ્યના પાટનગર ગાંધીનગરની મનપા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરની મનપા ચૂંટણીને (Gandhinagar Corporation Election 2021) લઈ આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોને કોને મળી ટિકિટ
વોર્ડનંબર 1 માંથી રીનાબેન રાવલ, વોર્ડ નંબર 3 માંથી ભરત જોષી અને જયેશ હળપતિ, વોર્ડ નંબર 4માંથી વંદનાબેન પોપટજી ઠાકોર, ચંદ્રિકાબેન વાઘેલા, પિયુષ પટેલ, વોર્ડ નંબર 6માંથી હસુમતી શ્રીમાળી અને તુષાર પરીખ, વોર્ડ નંબર 7માંથી પટેલ પારૂલબેન અલ્પેશભાઈ, વોર્ડ નંબર 8માંથી આશિષબેન ઝાલા, પરમાર ગૌતમભાઈ રામાભાઈ, દિલીપસિંહ વાઘેલા, વોર્ડ નંબર 9માંથી. જયશ્રીબેન વાઘેલા, હેતલબેન પિષુય પટેલ, દિવ્યાંગ ત્રિવેદી, મહિપત ગડવી, વોર્ડ નંબર 10માંથી હિના કિરણ દિવાન, પટેલ સંગીતાબેન દિલીપકુમાર, ડો. હાર્દિક તલાટી, વીરેન્દ્ર સિંહ ગોહિલ, વોર્ડ નંબર 11માંથી મકવાણી નીરૂબેન, હેમલ પટેલ, નારાયણભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર મનપાનો વોર્ડ નંબર 6માં 5 સીટિંગ કોર્પોરેટેર દ્વારા ટિકિટ માંગવામાં આવી છે. જેમાંથી 3 સીટિંગ કોર્પોરેટર પિન્કીબેનના પતિ રજનીકાંત, રામિલાબેનના પતિ પ્રદીપસિંહે ટિકિટ માંગી છે. જ્યારે ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 5માંથી જીતેલા બે રનિંગ કોર્પોરેટર મીનાબેનના પતિ કનુભાઈ અને બે સીટીંગ કોર્પોરેયર્સ ચીમનભાઈ વિંઝુડા અને જીતુભાઇ રાયકાએ વોર્ડ 6માંથી ટિકિટ માંગી છે.
નવો વિસ્તાર ઉમેરાયા બાદ મતદારો વધીને ર.૮ર લાખે પહોંચી ગયા છે. જયારે મતદાન બુથો પણ ર૮૪ થયા છે. વોર્ડમાં મતદારોની દ્રષ્ટીએ ૩૩૧૦૬ મતદારો સાથે વોર્ડ નં.૯ સૌથી મોટો છે જયારે વોર્ડ નં.૧માં ૧૮૮૨૫ જેટલા મતદારો નોંધાયા છે.
Immunity Boosters: ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, આ ચીજોને કરો આહારમાં સામેલ, ઈમ્યૂનિટી થશે મજબૂત
Aadhaar Card ડાઉનલોડ કરવું છે? ફોલો કરો આ 5 સરળ સ્ટેપ્સ
અમદાવાદમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચલાવનારા નહી પાળે આ નવો નિયમ તો થશે તોતિંગ દંડ, જાણો વિગત