News: સરકારી કચેરીનો 'લવ ટ્રાઇએન્ગલ', ગાંધીનગરના મહિલા બાળ કલ્યાણ કર્મચારીની હત્યા, લાશ કેનાલમાંથી મળી
ગાંધીનગરમાંથી એક ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યા છે. સરકારી ઓફિસના કર્મચારીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું ખુલ્યુ છે
Gandhinagar News: ગાંધીનગરમાંથી એક ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યા છે. સરકારી ઓફિસના કર્મચારીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું ખુલ્યુ છે. ગાંધીનગરના મહિલા બાળ કલ્યાણ વિભાગના કર્મચારીની પ્રણય ત્રિકોણમાં સહકર્મીએ હત્યા કરી દીધી છે, હત્યા કરાયા બાદ કર્મચારીની લાશને ખેડામાં ફેંકી દીધી હતી, જે લાશ હવે ગાંધીનગરની કેનાલમાંથી મળી છે.
હત્યાની ઘટના સામે આવતા જ પોલીસ બેઠામાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, ગાધીનગરમાં મહિલા બાળ કલ્યાણ વિભાગના કર્મચારીનો પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે. મહિલા બાળ કલ્યાણ વિભાગના કર્મચારીની કરાઈ હત્યા, ગાંધીનગરના મહિલા બાળ કલ્યાણ વિભાગના નાયબ સચિવના PAની હત્યા કરાઇ છે. ખરેખરમાં, સરકારી કચેરીમાં કામ કરતો 24 વર્ષીય રોહિત સિસારા નામના યુવાનની લાશ મળી છે, તેની લાશ ગળે ટૂંપો દઈને, દોરડા વડે હાથ - પગ હાલતમાં ગાંધીનગરની કેનાલમાંથી મળી આવી છે, તેની લાશને ખેડામાં ફેંકી દેવામાં આવી હતી. રોહિત હત્યાની આ સમગ્ર ઘટના મામલે પોલીસે રાજ ચૌહાણ અને ધવલ ચમાર નામના બે શકમંદની અટકાયત કરી છે, ખરેખરમાં, મૃતક રોહિત અને રાજ અમદાવાદની એક યુવતીના પ્રેમમાં પડ્યા હતા. રાજને એ વાત પસંદ ન હતી કે રોહિત તેને પ્રેમ કરે. આ બાબતે રાજે વારંવાર રોહિતને યુવતી સાથેના સંબંધ તોડી નાંખવા ધમકી આપી હતી. પરંતુ વાત આગળ વધી અને ગાંધીનગરના સેક્ટર 11માંથી રાજ અને ધવલે રોહિતનું અપહરણ કર્યું હતું. બન્ને જણા રોહિતનું અપહરણ કરીને તેને ખેડા તરફ લઇ ગયા હતા. અંતે રાજે સાથી ધવલની મદદ લઈ રોહિતનું કાસળ કાઢી નાખ્યું હતુ. હાલ પોલીસે રાજ અને ધવન બન્ને શકમંદોની અટકાયત કરી છે.
અમદાવાદમાં 14 વર્ષના કિશોરની સાત લોકોએ ભેગા મળી હત્યા કરતા ખળભળાટ
અમદાવાદમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ઓઢવમાં 14 વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ઓઢવ ખાતે રબારી વસાહતમાં 14 વર્ષીય કિશોરની હત્યાની ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની હત્યા કરી છે. હવે આ મામલે ઓઢવ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જો કે, આ હત્યા ક્યા કારણે કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી. અંગત અદાવતમાં કિશોરની હત્યા કરવામા આવી હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદમાંથી એક ચોંકાવારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ખુદ હિન્દુ પંડિત હોવાની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે, આ યુવકે અઢી મહિના પહેલા હિન્દુ સગીરા સાથે ખુદ હિન્દુ પંડિત હોવાનુ કહીને કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા, જોકે, બાદમાં હિન્દુ સગીરાએ આધાર કાર્ડ જોતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં એક પછી એક લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યાં છે. આમાં વધુ એક ચોંકાવનારો દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. માહિતી છે કે, એક યુવકે ખુદને હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. હિન્દુ સગીરાને આ કિસ્સામાં સૌથી પહેલા પોતાની બહેણપણીના ભાઇએ મિત્રતા કેળવી હતી, બાદમાં તેને ખુદને હિન્દુ પંડિત ગણાવ્યો અને હિન્દુ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દી સગીરા સાથે અનેકવાર શરીર સંબંધો બંધ્યા અને દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, યુવક અને હિન્દુ સગીરાએ ગયા સપ્ટેમ્બર 2023ના મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે હિન્દુ સગીરાએ યુવકનું આધાર કાર્ડ જોયુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે વાસવા પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.