ગાંધીનગરઃ સરકારી વર્ગ 3ની ભરતી માટે લેવાતી પરીક્ષામાં શું કરાયો મોટો ફેરફાર?
વર્ગ-3ની ભરતીની પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ભરતી માટે દ્ધિસ્તરીય પરીક્ષા માળખું રહેશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે લેવાતી પરીક્ષામાં મોટો ફેરફાર થયો છે. મળતી જાણકારી અનુસાર સરકાર દ્ધારા લેવામાં આવતી વર્ગ-3ની ભરતીની પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ભરતી માટે દ્ધિસ્તરીય પરીક્ષા માળખું રહેશે.
હવે પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. એટલું જ નહી એક સંસ્થા દ્ધારા વર્ગ-3ની પરીક્ષા લેવાશે. આસિસ્ટન્ટ જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની ભરતી માટે નવું પરીક્ષા માળખું જાહેર કરાયું હતું. પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાશે. માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ બનાવવામાં આવશે. વર્ગ ત્રણ ઓફિસ આસિસ્ટન્ટ જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, મુખ્ય ક્લાર્કની સંયુક્ત પરીક્ષા કરવાનું ગુજરાત સરકારનું આયોજન છે.
Gandhinagar: ગુજરાત સરકાર કર્મચારીઓને આપી શકે છે મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો કરશે વધારો ?
ગાંધીનગરઃ ગુજરાત સરકાર આગામી કેટલાક દિવસોમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓ માટે આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે. ગયા વર્ષની માફક ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું ચુકવાશે. સરકાર જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. થોડા દિવસ અગાઉ જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ પત્ર લખી મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માંગ કરી હતી.
નોંધનીય છે કે સરકારી કર્મચારીઓને જૂલાઈ 2022થી જે 34 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમાં 4 ટકાનો વધારો કરી 38 ટકા આપવામાં આવશે. જાન્યુઆરી 2023થી જે 38 ટકા આપવામાં આવે તેમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા આપવામાં આવે. થોડા દિવસ અગાઉ જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ પત્ર લખી મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માંગ કરી હતી.
Gandhinagar: પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ નોંધાઇ ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ, જાણો શું છે મામલો
Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવી છે.
ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પોલીસ ફરિયાદ નોંધાઇ છે, ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે ફરિયાદ એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે, ખોટી રીતે જમીન અંગેના ઓર્ડર કરી ભષ્ટ્રાચાર આચરી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડયું છે. નવી શરતની જમીન જૂની શરતમાં બતાવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડ્યુ છે. ખેડૂત ના હોવા છતાં કેટલાય લોકોને ખેડૂત બનાવી હોદ્દાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ થઇ છે. એસ કે લંગા સહિત તત્કાલીન ચીટનીશ અને RAC વિરુદ્ધ પણ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસ કે લાંગા વિરુ્દ્ધની આ ફરિયાદ ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધવામાં આવી છે