Gujarat Assembly: નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ, કોંગ્રેસના નેતાનો વિધાનસભામાં ભાજપને ખુલ્લો પડકાર
Gandhinagar News: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ પરની ચર્ચા દરમિયાન સી જે ચાવડાની ભાજપ સરકારને ચેલેન્જ આપી
Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ પરની ચર્ચા દરમિયાન સી જે ચાવડાની ભાજપ સરકારને ચેલેન્જ આપી. તેમણે કહ્યું, ગુજરાતમાં એકપણ નવો ડેમ ભાજપ સરકારે નથી બનાવ્યો . નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યા છે, ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.
ગેનીબેને બટાકા, ડુંગળીનો મુદ્દો ઉઠાવ્યો
બટાકાના ભાવ અંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, બટાકા, ડુંગળી, લસણ નો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજાર માં બટાકા 20 રૂપિયે કિલો મળી રહ્યા છે, સામે પક્ષે ખેડૂતો 2-3 રૂપિયે કિલો બટાકા વેચી રહ્યા છે. બજાર ભાવ અને ખેડૂતના ભાવ વચ્ચેનો ગેપ ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ. ખેડૂતો માટે સરકારના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરે, રાજ્યના ખેડૂતો માટે વિશેષ સહાય કરે એ જરૂરી છે. બટાકામાં થતા 12 પ્રકારના ખર્ચનું સરકાર વળતર આપે. ખેડૂતોની ડબલ આવક કરવાની વાત કરીએ છીએ તો યોગ્ય ભાવ પણ આપો. ગેનીબેનના આક્ષેપો અંગે મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં જવાબ આપતાં કહ્યું, સામાન્ય કરતા આ વર્ષે બટાકાના વધારે ઉત્પાદનની શક્યતા છે. બટાકાના ભાવમાં ઘટાડો અટકાવવા સરકારે પ્રયત્ન કર્યો છે, અન્ય રાજ્યોમાં જતા બટાકાનો યોગ્ય લાભ આપવા સહાય જાહેર કરી છે.
સુરત શહેરના મહિધરપુરા ખાતે રહેતા અને વોચમેનની નોકરી કરતાં યુવક સાથે 6 મહિના પહેલા યુવકે મિત્રતા કેળવી હતી. બાદમાં મળવા બોલાવી પોલીસની ઓળખ આપી 50 હજાર લૂંટી લીધા હતા. હનીટ્રેપમાં ફસાયેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શું છે મામલો
મહિધરપુરા તે સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય કાસીનાથ ભીમનન્ન મડગુ વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ તેલંગાણાના વત્ની કાશીનાથ 6 મહિના પહેલા સવારે પત્ની સાથે પલસાણા ખાતે શેઠના ફાર્મ હાઉસમાં સફાઇ કરવા ગયા હતા. બપોરે ત્યાંથી આવતી વખતે ઉધના મેઇન રોડ પાસે મોપેડનું પેટ્રોલ પૂરું થઈ જતાં ધક્કો મારીને આવતા હતા ત્યારે બાઇક પપરથી પસાર થતાં અજાણ્યાએ પેટ્રોલ કાઢી આપીને મદદ કરી હતી. તેણે પોતાનું નામ જીતુ હોવાનું કહીને કાશીનાથનું નામ, સરનામું અને મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તે અવારનાર તેમને ફોન કરીને મળવા બોલાવતો હતો પરંતુ ના પાડતા હતા.
ચાર દિવસ પહેલા જીતુએ મળવા બોલાવતાં તેણે આપેલા એડ્રેસ પર તેઓ ગયા હતા. તે આગ્રહ કરીને ઘરમાં લઈ ગયો હતો અને કાશીનાથને અંદરના રૂમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અંદર એક છોકરી આવતાં કાશીનાથે તેનો મિત્ર જીતુ હારથી બંધ કરીને ગયો હોવાનું કહ્યું હતું. થોડીવારમાં ચાર જણા આવ્યા હતા અને પોલીસ તરીકે ઓળખ આપી હતી.
જેમાંથી બે જણાએ કમરના ભાગે હાથકડી લટકાવી હતી. પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેર્યા હતા. તેમણે કાશીનાથને બળજબરીથી કપડા કઢાવી માર મારી બેડ પર સુવડાવી આ ચોકરીની સાથે નગ્ન ફોટા અને વીડિયો લઇ લીધા હતા. પછી જો પોલીસથી છૂટવું હોય તો 5 લાખ રૂપિયા માંગ્યા હતા. કાશીનાથે છેલ્લે બે લાખ તો આપવા જ પડશે તેમ કહીને માર માર્યો હતો. કાશીનાથે 50 હજાર આપવાનું કહી એક વ્યક્તિ પાસેથી પૈસા મંગાવ્યા હતા. આ અંગે તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.