Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરતાં પહેલા કયા ધારાસભ્યએ નતમસ્તક પ્રણામ કર્યા ?
Gujarat Assembly: આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે
Gujarat Assembly: ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભાની અંદર પગ મુકતા પહેલા મતમસ્તક પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય હતું.
કાલ મળશે વિધાનસભા સત્ર
આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે. બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને શપથ અપાવશે. ત્યારબાદ અધ્યક્ષ રહી ચૂકેલા રમણભાઈ વોરા અને પછી ગણપત વસાવાને શપથ અપાવશે. ઉપરાંત, આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે.
ઉર્ફી જાવેદને મળી દુષ્કર્મ અને જાનથી મારવાની ધમકી, વોટ્સએપ કોલ કરીને આપી ગાળો, નોંધાઈ પોલીસ ફરિયાદ
બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ અવારનવાર ચર્ચાનો વિષય બને છે. પોતાની અસામાન્ય ડ્રેસિંગ સેન્સના કારણે ઉર્ફી જાવેદનું નામ દરરોજ હેડલાઇન્સમાં આવે છે, પરંતુ અત્યારે ઉર્ફી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ઉર્ફી જાવેદને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ પછી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉર્ફીને મળી જાનથી મારવાની ધમકી
મળતી માહિતી મુજબ, ઉર્ફી જાવેદને એક વ્યક્તિ તરફથી વોટ્સએપ કોલ દ્વારા જાનથી મારી નાખવા અને બળાત્કારની ધમકીઓ મળી છે. આ સાથે આ વ્યક્તિએ એક્ટ્રેસ સાથે પણ મારપીટ કરી છે. આ આરોપી વ્યક્તિએ ઉર્ફી જાવેદને આ ધમકીઓ અલગ-અલગ મોબાઈલ નંબર દ્વારા આપી છે, જેના કોલ રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. સમાચાર મુજબ ઉર્ફી જાવેદને આ રીતે ધમકી આપનાર આ વ્યક્તિનું નામ નવીન ગીરી જણાવવામાં આવી રહ્યું છે. જેમની વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા પણ ઉર્ફીને આવી અનેક ધમકીઓ મળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
ઉર્ફી જાવેદ એક પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર છે
હાલમાં, ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયાના સૌથી પ્રખ્યાત પ્રભાવકોમાં સામેલ છે. ઉર્ફી જાવેદ પોતાની ખાસ ડ્રેસિંગ સેન્સના કારણે ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. પરંતુ ઉર્ફી આ ટીકાકારોને યોગ્ય જવાબ આપવાથી પાછળ રહેતી નથી. ઉર્ફીના ચાહકોની સંખ્યાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઉર્ફી જાવેદના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર જ 3.9 ફોલોઅર્સ છે.