શોધખોળ કરો

Gujarat Assembly Live: વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ, ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

Gujarat Assembly : ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.

LIVE

Key Events
Gujarat Assembly Live: વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ, ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

Background

15મી ગુજરાત વિધાનસભામાં નવા મંત્રીઓએ ચાર્જ સાંભળી લીધો છે અને તેમણે કામગીરી શરુ કરી દીધી છે. આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે. બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને શપથ અપાવશે. ત્યારબાદ અધ્યક્ષ રહી ચૂકેલા રમણભાઈ વોરા અને પછી ગણપત વસાવાને શપથ અપાવશે.   આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર  મળશે. આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે.

ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ  ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો. 

12:38 PM (IST)  •  19 Dec 2022

કોણે સંસ્કૃતમાં લીધા શપથ

  • પૂર્વ અધ્યક્ષ રમણ વોરા અને ગણપત વસાવા એ ધારાસભ્ય તરીકેના પ્રથમ શપથ લીધા
  • રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે સંસ્કૃત ભાષામાં ધારાસભ્ય પદના શપથ લીધા
  • મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા 
  • અન્ય ધારાસભ્યો એક બાદ એક લઈ રહ્યા છે ધારાસભ્ય પદના શપથ
  • રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે સંસ્કૃત ભાષામાં ધારાસભ્ય પદના શપથ લીધા
  • મંત્રીમંડળના સભ્યોના ધારાસભ્ય પદ ના શપથ બાદ મહિલા ધારાસભ્યોએ ધારાસભ્ય પદના લીધા શપથ
  • નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સંસ્કૃતમાં લીધા ધારાસભ્ય પદના શપથ
11:39 AM (IST)  •  19 Dec 2022

ધારાસભ્યોના એસબીઆઈમાં ખોલવામાં આવશે બેંક એકાઉન્ટ

શપથ લેતા જ ધારાસભ્યોના પગાર ભથ્થાઓ શરૂ થશે. ધારાસભ્યોના પગાર ભથ્થાઓના બેન્ક એકાઉન્ટ ખોલવા માટેની વિધાનસભા પરિસરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભા ખાતે એસબીઆઈના અધિકારીઓએ ધારાસભ્યોના બેંક ખાતાઓ ખોલવા કેમ્પ કર્યો છે. જેમાં તમામ ધારાસભ્યોના બેંક એકાઉન્ટ આજે ખોલવામાં આવશે. ઉપરાંત તમામ ધારાસભ્યોના આઈકાર્ડ પણ આજે ઇસ્યુ થશે.

11:16 AM (IST)  •  19 Dec 2022

 વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ

 વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા. આજે બપોરે શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે, કોઈપણ રાજકીય પક્ષ સાથે અધ્યક્ષ સંકળાયેલા હોતા નથી. તેથી અધ્યક્ષપદની ઉમેદવારી બાદ શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે.

11:10 AM (IST)  •  19 Dec 2022

કચ્છના માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પારંપરિક વસ્ત્રો ધારણ કરી વિધાનસભા પહોંચ્યા

ધારાસભ્યોની આજે શપથવિધિ શપથવિધિમાં કચ્છના માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પારંપરિક વસ્ત્રો ધારણ કરી વિધાનસભા પહોંચ્યા હતા. આ બાબતે વાત કરતા દવેએ જણાવ્યું કે બ્રાહ્મણ કુટુંબમાં મારો જન્મ થયો છે, દરરોજ પૂજાપાઠ કરતાં કુટુંબમાંથી હું આવું છું ત્યારે આજે મારા માટે આ શુભ દિવસ હોવાથી મેં પારંપરિક પરિધાન પહેર્યા છે.. ઉપરાંત તેઓ આજે સંસ્કૃત ભાષામાં પદના એટલે કે ધારાસભ્ય તરીકે ના શપથ લેવાના છે, આ બાબતે જણાવ્યું કે, સંસ્કૃત તમામ ભાષાની જનની અને માતૃ ભાષા છે માટે હું સંસ્કૃતમાં શપથ લઈશ. ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તે માટે પણ હું કામ કરીશ.

11:05 AM (IST)  •  19 Dec 2022

પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલે લીધા શપથ

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. જે બાદ તેમણે મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા હતા. જે બાદ મંત્રીઓને શપથ લેવડાવાશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget