Gujarat assembly session 2021 : નીતિન પટેલે ગૃહમાં આજે 'ફુલગુલાબી વાતાવરણ' નિર્માણ પામ્યું હોવાનો કેમ કર્યો ઉલ્લેખ ?
આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકી ને વરસી રહ્યો છે. નવા અધ્યક્ષ, નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યો છે.
ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભામાં ટૂંકા ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ માટે આ પહેલું વિધાનસભાનું સત્ર છે. ત્યારે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નિતિન કાકા આવો કહીને આવકાર્યા હતા. જ્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઈને આવકારવા સામે ગયા હતા.
ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે ખાસ દિવસ છે. મહિલા અધ્યક્ષ તરીકે આજે નિમાબેનની પસંદગી થઇ છે. આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકી ને વરસી રહ્યો છે. નવા અધ્યક્ષ, નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યો છે.
નર્મદા જિલ્લામાં ખાનગી હોટેલોને જમીન ફાળવવા મુદ્દે ગૃહમાં વિપક્ષ સરકાર આમને સામને. છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં ખાનગી હોટલોને ગૌચર અને ખરાબાની જમીન ફાળવવા મુદે સરકારનો જવાબ કહ્યું. આવી કોઈ જમીન ફાળવામાં આવી નથી. વિપક્ષે પેટા પ્રશ્નોમાં જમીન ફળવાય હોવાની કરી દલીલ. માલતીબેને ગૃહમાં કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું, જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને હળવો હંગામો.
અમરેલી જિલ્લામાંથી દક્ષિણ ગુજરાત જોડતી રો રો ફેરી અને પેકસ સર્વિસ કોરોના મહામારીના કારણે વિલંબ થયો હોવાનો રાજય સરકારે સ્વીકાર કર્યો. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું છે કે રો રો ફેરી સર્વિસ ની મુદત ૩૦-૧૧-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.
પરેશ ધાનાણીએ કહ્યું, મા બાળકનું સિંચન કરે એવી રીતે આપ ગૃહના તમામ ધારાસભ્યોનુ સિંચન કરશો એવી આશા. વિધાનસભામા મહિલા અને બાળ કલ્યાણ સમિતી બનાવવા ભલામણ કરી. ભૂતકાળના અધ્યક્ષો દ્વારા સાંભળવાયેલા નિર્ણયને આવકારું છું. પ્રશ્નો ઉભા થાય ત્યારે કોંગ્રેસ દ્વારા પુરાવા રજૂ કરાય અને સરકાર પણ મૂકે છે. પુરાવા મુકવામાં સાચા કે ખોટા તે કોઈ નિર્ણય લઈ શકતું નથી. અમે સંસદીય પ્રણાલી અમે જાણીએ છીએ. ભૂતકાળના નિર્ણયોના કારણે કોંગ્રેસના સભ્યો દુઃખી થયા હતા. અપેક્ષા છે કે તમામ ધારાસભ્યોને એક નજરે જોવામાં આવે, તેમ શૈલેષ પરમાર, વિપક્ષ ના ઉપનેતાએ કહ્યું હતું.
ગુજરાત વિધાનસભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા જઈ રહેલા નીમાબહેન આચાર્યનું વિધાનસભા પોડીયમ માં કચ્છના નાગરિકો અને મહિલાઓએ કર્યું સન્માન. કચ્છથી આવેલા નાગરિકો અને કાર્યકર આગેવાનોએ સન્માન કર્યું. વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધરાસભ્યોનો દેખાવ. એપરન પહેરીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલાનો દેખાવ. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય કરવાની માગણી સાથે દેખાવ કર્યા.