વિધાનસભામાંથી કોંગ્રેસે કર્યું વોકઆઉટ, જાણો શું છે કારણ?
આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. શહેરી વિકાસ સહિતના મુદ્દે પ્રશ્નોત્તરી યોજાશે.

Background
ગાંધીનગરઃ વિધાનસભાના ટુંકા ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમા શહેરી વિકાસ, મહેસુલ, પાણી પુરવઠા, વાહન વ્યવહાર, કૃષિ, રોજગાર અને ગૃહ વિભાગની પ્રશ્નોત્તરી યોજાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ દિવંગત 19 સભ્યોને શ્રધ્ધાંજલી અપાશે. અલગ અલગ બોર્ડ નિગમના અહેવાલો મેજ પર મુકાશેય ત્યાર બાદ વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટેની ચુંટણી યોજાશે. ભાજપ તરફથી જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસથી અનિલ જોશીયારાએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. છેલ્લે સરકારી વિધેયકો ગૃહમાં રજુ થશે.
વિધાનસભાના પહેલા દિવસની કાર્યવાહી પહેલા કોંગ્રેસની બેઠક મળશે. વિપક્ષીનેતાના કાર્યાલયમાં 10 વાગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. સત્રના પ્રથમ દિવસે સરકારને ગૃહમાં ઘેરવાની કોંગ્રેસ રણનીતિ ઘડશે. કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કોંગ્રેસ ઘેરશે. સરકારને કોરોના મહામારીથી મૃતકના પરિવારોને સહાયના મુદ્દે કોંગ્રેસ ગૃહમાં વિરોધ કરશે. વાવાઝોડા, અતિવૃષ્ટિની સહાય મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે બેઠકમાં કોંગ્રેસ રણનીતિ ઘડશે.
જેઠાભાઈ આહીર બન્યા ઉપાધ્યક્ષ
ગૃહમાં વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી પૂર્ણ. જેઠાભાઈ આહીર વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ. બહુમતીના આધારે જેઠાભાઇ આહીરની વરણી થઈ.
કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ
કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. ગૃહમાં કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહમાં શાક્ષક પક્ષની કાર્યવાહી ચાલુ બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મૃતકો ને ઉભા થઇને ૐ ના ઉદ્ગગારો સાથે શ્રધ્ધાજનલી પાઠવી. ગૃહગમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવાની દરખાસ્ત માન્ય ન રાખતા કોંગ્રેસનું વોકઆઉટ.





















