ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પહેલો દિવસ LIVE : વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ યુક્રેનમાં મૃત્યુ પામેલ ભારતીય વિધાર્થીને પણ શ્રદ્ધાંજલી આપી
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્ર પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળી હતી. આજથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્ર અને મહત્વના બિલો પર ચર્ચા થઈ હતી.

Background
ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્ર પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળી હતી. આજથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્ર અને મહત્વના બિલો પર ચર્ચા થઈ હતી. આગામી સમયમાં પીએમના ગુજરાત પ્રવાસ અને ડિફેન્સ એકસ્પોની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરી હતી.
ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, વિધાનસભા સત્રના પહેલા દિવસે રાજ્યપાલનું સંબોધન થશે. સ્વર્ગસ્થ ધારાસભ્યોનો શોકદર્શક ઠરાવ રજુ થશે. શોક દર્શક ઠરાવ બાદ કામકાજ મુલતવી રખાય તેવી શક્યતા છે. વિપક્ષ તરફથી હકારાત્મક સહયોગ મળે તેવી અપેક્ષા છે. વિપક્ષ કોઈ વરવું પ્રદર્શન ન કરે તેવી મારી અપીલ છે.
પરેશ ધાનાણીએ પણ યુક્રેન મા મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ પાઠવી
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ યુક્રેન મા મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીને ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ દરમિયાન શ્રદ્ધાંજલિ પાઠવી
યુક્રેનમાં મૃત્યુ પામેલ એક ભારતીય વિધાર્થીને પણ વિધાનસભામા શ્રદ્ધાંજલી
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ યુક્રેનમાં મૃત્યુ પામેલ એક ભારતીય વિધાર્થીને પણ વિધાનસભામા શ્રદ્ધાંજલી આપી.




















