શોધખોળ કરો

Gujarat BJP: સી.જે.ચાવડા 12મી ફેબ્રુ.એ ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલ વિજાપુરમાં પહેરાવશે કેસરિયો ખેસ

ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટી ખબર સામે આવી છે, સમાચાર છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે

Gujarat BJP Politics: ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટી ખબર સામે આવી છે, સમાચાર છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે, સી.જે. ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ કેસરિયો ધારણ કરશે, વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં સી.જે. ચાવડા ભાજપમાં વિધિવત રીતે જોડાશે, પાટીલ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં વેલકમ કરશે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ.

મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય પદથી રાજીનામું આપનારા વધુ નેતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાવવાના છે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. આ દિવસે વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કેમ કે સી.જે.ચાવડાએ વિજાપુર બેઠકથી રાજીનામું આપ્યું છે ત્યારે લોકસભાની સાથે જ યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે સી.જે.ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું. આ તમામની વચ્ચે ચાવડાને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીંવત છે. 

આ અગાઉ ધારાસભ્ય પદથી રાજીનામું આપી ચૂકેલા ભૂપત ભાયાણી અને ખંભાત બેઠક પરથી રાજીનામું આપનાર ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ બાકી છે. જોકે હજુ પણ વિપક્ષના કેટલાક ધારાસભ્ય સાથે ભાજપના નેતાઓ સંપર્ક સાધી રહ્યાં છે ત્યારે હવે ક્યા ધારાસભ્યનું રાજીનામું પડશે તેની અટકળો તેજ છે. હાલમાં ગુજરાતમાં ભાજપનું જબરદસ્ત લોકસભાની ચૂંટણીને લઇને કેમ્પેઇન ચાલી રહ્યું છે. 

‘કોંગ્રેસના નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે’, સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર

દેશમાં હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે અને સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. આ દરમિયાન રામ મંદિર વિશે મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રામ મંદિર મામલે કોઇ મતમતાંતર નહીં. ‘ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, મતો માટે દેવી દેવતાઓને શેરીઓમાં રઝળાવવા ભાજપની કરતૂત છે.

સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શું કહ્યું

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું, કોંગ્રેસ નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે. ‘લોકશાહીમાં માન્ય ન ગણાય એવી રીતે એજન્સીઓના દૂર ઉપયોગથી નેતાઓને ડરાવાય છે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલા મારી સાથે ફોન પર રડ્યાં છે, સરકારે પરિસ્થિતિ વિકટ કરતા ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી.  કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા  પાર્ટીને અલવિદા કહી દીધું હતુ. રાજીનામુ ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ હતું. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.

સી જે ચાવડાએ કહ્યું કે,“મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કૉંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન નથી બનવા માગતો,

કોણ છે સી, જે ચાવડા

ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય  છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ  રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.ણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget