શોધખોળ કરો

Gujarat Budget 2023: ગુજરાત બજેટમાં મહિલાઓ માટે શું થઈ જાહેરાતો ? જાણો વિગતે

Gujarat Budget 2023, Women: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2023: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

“સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતો જે વર્ષ ૨૦૨૦માં વધીને ૯૬૫ નોંધાયો છે. બાળકોના આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઇ ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે.

વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોઇપણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આ યોજના માટે `૧૮૯૭ કરોડની જોગવાઈ.

પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે `૧૪૫૨ કરોડની જોગવાઈ.

માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે `૭૫૪ કરોડની જોગવાઇ.

૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે `૩૯૯ કરોડની જોગવાઇ.

આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજિત ૧૩ લાખ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવા માટે `૧૨૬ કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ સગર્ભામાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર સીંગતેલ આપવામાં આવે છે. જેના માટે `૨૧૪ કરોડની જોગવાઇ.

આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના અમલી કરી છે. જે માટે `૧૩૩ કરોડની જોગવાઇ.

આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે `૨૬૮ કરોડની જોગવાઇ.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે `૧૫૦ કરોડની જોગવાઈ.

બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા `૪ કરોડની જોગવાઇ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Embed widget