ગુજરાત કોંગ્રેસના 17 નેતાઓએ પાર્ટીના જનરલ સેક્રેટરી સાથે કરી બેઠક, શું કરાઇ રજૂઆત?
નરેશ રાવલના ઘરે 3 વાર બેઠક કરનારા નેતાઓ દિલ્હીમાં રજુઆત કરી હતી. પ્રમુખ રહી ચૂકેલા લોકો સિવાય અન્ય ચહેરાને પ્રમુખ બનાવવાની મુખ્ય માગણી કરી હતી. વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.
અમદાવાદઃ દિલ્હી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ સાથે બેઠક મળી હતી. ગુજરાતના નેતાઓ પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે વાત કરી હતી. શે. પોતાની રજૂઆતો અંગે વેણુગોપાલ સાથે ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે, નરેશ રાવલના ઘરે 3 વાર બેઠક કરનારા નેતાઓ દિલ્હીમાં રજુઆત કરી હતી. પ્રમુખ રહી ચૂકેલા લોકો સિવાય અન્ય ચહેરાને પ્રમુખ બનાવવાની મુખ્ય માગણી કરી હતી. વિધાનસભાની આગામી ચૂંટણી અંગે કોંગ્રેસ કેવી રીતે કરી શકે કામગીરી તે અંગે ચર્ચા હતી.
ગુજરાત કોંગ્રેસના 6 ધારાસભ્યો અને 1 સાંસદ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, વિરજી ઠુમમર અને ભીખાભાઇ જોશી, નરેશ રાવલ, સાગર રાયકા, રાજુભાઇ પરમાર, અમીબેન યાજ્ઞિક, જગદીશ ઠાકોર, ગૌરવ પડ્યા પણ બેઠકમાં હાજર છે. જ્યારે હિમાંશુ વ્યાસ, તુષાર ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ગુજરાતના 77 PSI સાગમટે બદલી, જાણો કોની ક્યાં કરવામાં આવી બદલી?
અમદાવાદઃ રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજયના 77 બીન હથિયારી પીએસઆઇની બદલીના આદેશ આપ્યા હતા. જેમાં રાજકોટ શહેરના બે અને ગ્રામ્યના બે પીએસઆઇ મળી સૌરાષ્ટ્રમાં 27 જેટલા પીએસઆઇની અરસ પરસ બદલી થઇ છે. અન્ય જિલ્લા કે શહેરમાંથી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કેટલાક નવા પીએસઆઇને મુકાયા છે.
આશિષ ભાટીયાએ જાડેજા ચંદ્રકલાબા ભરતસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ભોજાણી રાણા આશાભાઇને રાજકોટ ગ્રામ્યમાંથી ગીર સોમનાથ, સોલંકી વિરેન્દ્રસિંહ ઉદયસિંહને જૂનાગઢથી ગીરસોમનાથ, રાણા સિઘ્ધરાજસિંહ જયદેવસિંહને કચ્છ-પશ્ર્ચિમ ભૂજથી રાજકોટ ગ્રામ્ય, રબારી હેતલબેન માલજીભાઇને સુરેન્દ્રનગરથી ખેડા મુક્યા છે.
આ સિવાય જાડેજા પ્રદિપસિંહ અશોકસિંહને દેવભૂમિ દ્વારકાથી અમરેલી, પરમાર અજયસિંહ દશરથસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ગોહિલ રામદેવસિંહ જામસિંહને સુરેન્દ્રનગરથી રાજકોટ ગ્રામ્ય, મહેતા રાજેન્દ્રકુમાર ગણપતલાલને જૂનાગઢથી વલસાડ, મકવાણા ચેતનકુમાર હસુભાઇને ભાવનગરથી દેવભૂમિ દ્વારકા, હુણ માંડાભાઇ જીવાભાઇને અમદાવાદ શહેરથી રાજકોટ શહેર, ધાંધલ્યા ધર્મિષ્ઠાબેન અંબાશંકરને રાજકોટ શહેરથી અમદાવાદ ગ્રામ્ય, પરમાર કેતન વિરજીભાઇને ગીરસોમનાથથી જૂનાગઢ, વાવૈયા સરોજબેન શંભુભાઇને અમરેલીથી ગીરસોમનાથ, વાછાણી ચેતનાબેન શાંતીલાલને રાજકોટ ગ્રામ્યથી રાજકોટ શહેર, સોનારા પુષ્પાબેન રમેશભાઇ સુરેન્દ્રનગરથી અમદાવાદ બદલી કરી છે.
પટેલ હરીભાઇ માનાભાઇને કચ્છ-પૂર્વ ગાંધીનગરથી મોરબી, ભરવાડીયા હેતલબેન જમનાદાસને રાજકોટ શહેરથી જૂનાગઢ, વરે સુરેશરાવ બળવંતરાવને ભરૂચથી ગીર સોમનાથ, ડાકી વિરમભાઇ કેશવભાઇને જૂનાગઢથી દેવભૂમિ દ્વારકા, ડાભી નાજાભાઇ અરજણભાઇ અમદાવાદ શહેરથી સુરેન્દ્રનગર, સિસોદીયા શૈલેન્દ્રસિંહ મનુભાને ભાવનગરથી જામનગર, ગોહિલ જયવંતસિંહ ચંદુભાને જામનગરથી ભાવનગર, ડોડીયા અલ્પાબેન પ્રતાપભાઇને અમરેલીથી જૂનાગઢ, રાઠોડ રાજેશકુમાર કડવાભાઇને રાજકોટ શહેરથી અમદાવાદ શહેર, વાઝા જેસીંગભાઇ રામભાઇને બનાસકાંઠાથી જૂનાગઢ, સોલંકી મહાવીરસિંહ હેમંતસંગને ગાંધીનગરથી સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે.