શોધખોળ કરો
Advertisement
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો આબુના બદલે પાલનપુરના રિસોર્ટમાં પહોંચ્યા, જાણો વિગતે
અલ્પેશ ઠાકોરને આ ટ્રિપ અંગે કોઇ મેસેજ નથી અપાયો, જ્યારે ધવલસિંહ ઝાલાને ટ્રિપ અંગેને મેસેજ પહોંચ્યો છે
અમદાવાદઃ આગામી 5મી જુલાઇએ ગુજરાતની બે રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. તે અગાઉ કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને પાલનપુરના રિસોર્ટમાં લઇ જવાયા છે. આ અગાઉ કોગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુમાં એક ખાનગી હોટલમાં લઇ જવાની હતી. પરંતુ આ નિર્ણયના કારણે પાર્ટીની પ્રતિષ્ઠા પર વિપરીત અસર પડતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પક્ષના તમામ ધારાસભ્યોને મેસેજ કર્યો છે. પરેશ ધાનાણીના બંગલેથી વૉલ્વો લક્ઝરી ઉપડી હતી.
માહિતી છે કે, અલ્પેશ ઠાકોરને આ ટ્રિપ અંગે કોઇ મેસેજ નથી અપાયો, જ્યારે ધવલસિંહ ઝાલાને ટ્રિપ અંગેને મેસેજ પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. વિધાનસભામાં 175 બેઠકોમાં હાલ ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 બેઠકો છે. આ અગાઉ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તમામ ધારાસભ્યોને બેંગ્લૉર લઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement