Gujarat Election 2022: ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ના સૂત્ર અને નારા સાથે ભાજપ કરશે ચૂંટણી પ્રચાર
ભાજપે આજે ચૂંટણીલક્ષી નવું અભિયાન લોન્ચ કર્યું હતું. 'આ ગુજરાત મેં બનાવ્યું છે'ના સૂત્ર અને નારા સાથે ભાજપ ચૂંટણી પ્રચાર કરશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શનમાં આવી ગયો છે. ભાજપે આજે ચૂંટણીલક્ષી નવું અભિયાન લોન્ચ કર્યું હતું. 'આ ગુજરાત મેં બનાવ્યું છે'ના સૂત્ર અને નારા સાથે ભાજપ ચૂંટણી પ્રચાર કરશે. સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે 2 પ્રચાર ગીતો પણ લોન્ચ કરાયા હતા. 'આ ગુજરાત મેં બનાવ્યું છે'ના સૂત્ર અને નારા સાથે ભાજપે નવું અભિયાન શરૂ કર્યું હતું. મહત્વનું છે કે ગઈકાલે PM મોદીએ કપરાડાના નાના પોંઢા ગામે જંગી જાહેર સભા સંબોધી હતી અને ત્યાં પીએમ મોદીએ નવુ સૂત્ર આપ્યું....."આ ગુજરાત મેં બનાવ્યું છે" ત્યારે આજે પ્રદેશ કાર્યાલય કમલમમાં સી આર પાટીલના હસ્તે અભિયાનની શરૂઆત થઈ હતી. સાથે જ બે ચૂંટણીલક્ષી ગીતો પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સમયે હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
LIVE: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના શુભહસ્તે 'આ ગુજરાત મેં બનાવ્યું છે' અભિયાનનું લોન્ચિંગ... https://t.co/kqO4HnEnxE
— BJP Gujarat (@BJP4Gujarat) November 7, 2022
દરમિયાન સીઆર પાટીલે કહ્યું હતું કે અભિયાનમાં આખા રાજ્યના લોકોને જોડવાનો પ્રયાસ કરીશું. ગુજરાત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. ગુજરાતના ગામડાઓમાં 24 કલાક વીજળી મળે છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારનો વિકાસ થયો છે. ઉમેદવારો નક્કી કરવાની સત્તા કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની છે. મને કોઇ ઉમેદવાર નક્કી કરવાનો કોઇ અધિકાર નથી. નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા ઉમેદવારોના નામ નક્કી કરશે. લગભગ ચાર હજાર લોકોએ ટિકિટ માંગે છે. દરેક લોકો જીતે એવા છે. તમામ કાર્યકર્તાઓને વડાપ્રધાન મોદી અને અમિત શાહ સારી રીતે ઓળખે છે. આમ આદમી પાર્ટીની હાર નક્કી છે. કોગ્રેસ હવે પ્રાદેશિક પાર્ટી બની ગઇ છે. કોગ્રેસની પાર્ટી પરિવારની પાર્ટી છે.
Gujarat Elections 2022: AAP એ અલ્પેશ કથીરિયાને ક્યાંથી આપી ટિકિટ ? જાણો મોટા સમાચાર
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારો જાહેર કરાયા છે. અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે. ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમકે બોંબાડીયા, પાલનપુરનથી રમેશ નાભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંગ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોષી, કુતિયાણાથી ભીમાભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી છે.
ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે