શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલો-કોલેજોમાં 6616 શિક્ષણ-અધ્યાપક સહાયકોની ભરતીની જાહેરાત, જાણો ક્યા વિભાગમાં કેટલાની ભરતી કરાશે ?
ગુજરાત સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની શાળા અને કોલેજોમાં 6616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.
ગાંધીનગર: ગુજરાત સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની શાળા અને કોલેજોમાં 6616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં શિક્ષકોની ભરતીનું અભિયાન શરૂ કરશે અને કુલ મળી 6616 શિક્ષણ સહાયકો અને અધ્યાપક સહાયકોની ભરતી થશે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આગામી સમય માં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા કરવા જઈ રહી છે. આ પૈકી કોલેજમાં અધ્યાપક સહાયકની જગાઓ પર 927ની ભરતી કરાશે જ્યારે અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયકના જગાઓ પર 2307ની ભરતી કરાશે. આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 3382 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. કોલેજ, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 6616ની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તેમણે જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion