Gandhinagar : આજે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી થઈ શકે છે જાહેર, શું હશે પોલિસી?
પોલિસી બનવવા સંદર્ભે વિભાગ અને સરકાર લેવલે કવાયત તેજ બનાવાઇ છે. ઇલેક્ટ્રિક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. વધતા પેટ્રોલ ડીઝલનાં ભાવ અને વધતા પ્રદૂષણ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોનું વિશેષ મહત્વ છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદ પર અમુક ટકા રાહત પણ આપી શકે છે.
પોલિસી બનવવા સંદર્ભે વિભાગ અને સરકાર લેવલે કવાયત તેજ બનાવાઇ છે. ઇલેક્ટ્રિક વાહનોની બેટરી રિચાર્જથી લઇને વધુ સંશોધન કરી કઇ રીતે સરળ બનાવી શકાય તે મુદ્દે એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
CBSE Class 12 Results Date: 31 જુલાઈના રોજ આવશે ધોરણ-12નું પરિણામ, આ રીતે નક્કી થશે પરિણામ
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ધોરણ 12નું પરિણામ 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે.
પરિણામ તૈયાર કરતાં સમયે ધોરણ 10ના ત્રણ વિષયોના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. 11ના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. પ્રી બોર્ડના આધારે બાકીના 40 ટકા માર્ક્સ આપવામાં આવશે.
ધોરણ 12માં માર્ક્સ આપવાની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય આવી નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ ધોરણ 10, 11 અને 12ના પ્રી બોર્ડ પરિણામને ગણ્યા છે. 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કસ ગણવામાં આવશે.
જે અનુસાર, ધોરણ 10માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય, જેમાં સૌથી વધારે માર્કસ આવ્યા હોય) ધોરણ 11માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય અને ધોરણ 12 પ્રી બોર્ડમાંથી 40 ટકા મળશે. (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય.)
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ધોરણ 12ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ થરાઈ હતી. કોરોનાને કારણે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આજે સુનાવણી એ હતી કે CBSE અને ICSE સહિત રાજ્ય બોર્ડ ધોરણ-12ના માર્ક્સ કેવી રીતે નક્કી કરશે. માર્કિંગને લઈને બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આ પહેલાની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. CBSE અને ICSEએ વિદ્યાર્થીઓને નંબર આપવા માટે ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા નક્કી કરવાને લઈને સુપ્રીમ કોર્ટ પાસે સમયની માગ કરી હતી.