શોધખોળ કરો

Gandhinagar: દિલ્હીમાં ફરી વાગ્યો ગુજરાતનો ડંકો, કેન્દ્ર સરકારે આપ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તારિખ ૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ 'અન્ન ચક્ર' PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા(PDS) સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન, કે જેમાં ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઈઝેશન અમલીકરણના ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨ના જૂન માસથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI) અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ(GSCSCL)ના તમામ ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનો(FPS)ને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ-ફેન્સ કરવામાં આવ્યા છે.

ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT), આઈઆઈટી દિલ્હી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા સંયુક્ત રીતે એક ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરવામાં આવ્યો હતો.  જેમાં ગુજરાત માટે L1  એટલે કે FCI/CWC થી GSCSCL ગોડાઉન સુધીમાં ૩૮ ટકા અને L2 એટલે કે GSCSCL થી FPS સુધીમાં ૦૬ ટકા સુધીના નોંધપાત્ર ખર્ચ ઘટાડાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિભાગે વ્યાપક વિશ્લેષણ હાથ ધરીને ઓપ્ટિમાઇઝ કરી શકાય તેવા L1 માટે ૬૫૧ રૂટ્સ અને L2 માટે ૧૬,૮૨૭ રૂટ્સની ઓળખ કરી હતી.

 આ વિભાગે FCIના અધિકારીઓ,જિલ્લા અધિકારીઓ અને પરિવહન એજન્સીઓ સહિતનાં હિતધારકો સાથે સતત બેઠકો અને ચર્ચા વિચારણા કરી L1 માટે ૨૩૯ માંથી ૧૭૦ એટલે કે ૭૧.૧૨ ટકા રૂટ અને L2 માટે ૧૬,૮૨૭ માંથી ૧૫,૩૭૬ એટલે કે ૯૧.૩૭ ટકા રૂટ સફળતાપૂર્વક ઑપ્ટિમાઇઝ કર્યા હતા. જેના પરિણામે ડિસેમ્બર ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન જ પરિવહન ખર્ચમાં કુલ અંદાજિત રૂ. ૪.૫ કરોડ અને માસિક સરેરાશ રૂ. ૫૬ લાખની બચત થઈ હતી. વધુમાં, PDS સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના કેન્દ્ર સરકારના પ્રેઝન્ટેશન તેમજ બ્રોશરમાં પણ ગુજરાત મોડેલને ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો....

Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

Embed widget