શોધખોળ કરો

Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી

Gujarat IAS Transfer: સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એકસાથે 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 72 IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ.
  • કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક પદો પર ફેરફાર.
  • અમદાવાદ, સુરત, કચ્છ, જામનગર સહિત અનેક જિલ્લા પ્રભાવિત.
  • અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોનો આદેશ કરાયો.

Gujarat IAS Transfer: ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એકસાથે 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારોમાં કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી વિભાગોના વડાઓનો સમાવેશ થાય છે.

72 IAS અધિકારીઓની કરાઈ બદલી

અમદાવાદના કલેક્ટર આઈએએસ, સુજીત કુમારની બદલી અમદાવાદના સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે કરવામાં આવી છે. ગુજરાત એનર્જી ડેવપલમેન્ટ એજન્સી (ગેડા)ના ડાયરેક્ટર, અજય પ્રકાશની બદલી કરવામાં આવી છે. નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ગાંધીનગર ખાતે જયારે નવસારી કલેક્ટર તરીકે ગાંધીધામ મ્યુન્સિપલ કમિશનર મનિષ ગુરવાની આવ્યા છે. નવસારી મહાનગરપાલિકાના મ્યુન્સિપલ કમિશનર દેવ ચૌધરીની તાપી વ્યારા કલેક્ટર તરીકે બદલી થઇ છે. રાજય સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર સુરતના કલેક્ટર ડો. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન મોદીને ગાંધીનગર વિકાસ કમિશ્નર તરીકે ટ્રાન્સફર કરાયા છે.

અમદાવાદ, સુરત, ભરૂચ, કચ્છ, નર્મદા, મોરબી, નવસારી, ખેડા, આણંદ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. તે સિવાય વાપી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી હતી. જામનગર મ્યુનિ.કમિશ્નર ડી.એન.મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે બદલી કરાઈ છે. વલસાડ કલેક્ટર ભવ્યા વર્માની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેજસ પરમારની સુરત કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી. યોગેશ ચૌધરીની જૂનાગઢ કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી. સુરત કલેક્ટર ડો.સૌરભ પારઘીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!

ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર તરીકે બદલી કરાઈ છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીની નડિયાદ મ્યુનિ.કમિશ્નર તરીકે બદલી કરાઈ હતી. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર બનાવાયા હતા. પ્રભવ જોશીને જૂનાગઢ મ્યુનિ.કમિશ્નર તરીકે મુકાયા હતા. ગાંધીનગર મ્યુનિ.કમિશ્નર જે.એન.વાઘેલાની ગીર સોમનાથ કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી. વાવ-થરાદ કલેક્ટર જે.એસ.પ્રજાપતિની ગાંધીનગર મ્યુનિ.કમિશ્નર તરીકે બદલી કરાઈ હતી. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની ગેડાના નિયામક તરીકે મુકાયા હતા. ગૌરાંગ મકવાણાને બે વધારાનો ચાર્જ સોંપાયો હતો. 

વલસાડ કલેક્ટર ભવ્ય વર્માની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જીતેન્દ્ર વાઘેલાની ગીર સોમનાથ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીનું ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરાઈ હતી. જ્યારે અમદાવાદ કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સમાં બદલી કરાઈ છે.

Frequently Asked Questions

ગુજરાતમાં કેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે?

ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. આ ફેરફારોમાં કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી વિભાગોના વડાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના નવા કલેક્ટર કોણ બન્યા છે?

વલસાડના કલેક્ટર ભવ્યા વર્માની અમદાવાદના નવા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

કયા કયા જિલ્લાના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે?

અમદાવાદ, સુરત, ભરૂચ, કચ્છ, નર્મદા, મોરબી, નવસારી, ખેડા, આણંદ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ સહિત અનેક જિલ્લાના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે.

કયા IAS અધિકારીને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર બનાવવામાં આવ્યા છે?

અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget