શોધખોળ કરો

ગુજરાતમાં ઉર્જા વિભાગની પરીક્ષામાં ગેરરીતિના પગલે સરકારે મુદ્દે શું કરી મોટી જાહેરાત?

આજે ગુજરાત સરકારે પત્રકાર પરીષદમાં આ મુદ્દે ખુલાસો કર્યો હતો. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 22 સેન્ટર પર 7 જાન્યુઆરી સુધી પરીક્ષા લેવાશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર ભરતી કૌભાંડ થયું હોવાના આક્ષેપો લાગ્યા છે. ઉર્જા વિભાગની ભરતી પરીક્ષામાં કૌભાંડના આક્ષેપ લાગ્યા છે, ત્યારે આજે ગુજરાત સરકારે પત્રકાર પરીષદમાં આ મુદ્દે ખુલાસો કર્યો હતો. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 22 સેન્ટર પર 7 જાન્યુઆરી સુધી પરીક્ષા લેવાશે. 34,684 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મહરાષ્ટ્રની એજન્સીને જેટકોએ ભરતી માટેનું કામ આપ્યું છે. NSEIT કંપનીને જેટકોએ ભરતી પરીક્ષાનું કામ આપ્યું છે. પરીક્ષાના તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લાગ્યા છે. સીસીટીવી સર્વેલન્સ અને વીડિયોગ્રાફીને સાથે પરીક્ષા લેવાઇ રહી છે. 

તેમણે કહ્યું કે, કૌભાંડ અંગે ધ્યાન દોરવા બદલ મીડિયાનો આભાર. મેરીટ અને પરીક્ષાની પ્રક્રિયા બાદ પરિણામ જાહેર થતું હોય છે. આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ થશે. મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે. આવતીકાલથી લેવાનારી પરીક્ષામા પણ કોઈ ગેરરીતિ ન કરે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. હાલ લાગેલા આરોપો પુરવાર થશે તો કડક પગલા લેવાશે. પરીક્ષા હાલ યથાવત રહેશે. હવે પછીની 2 દિવસની પરીક્ષા પણ લેવાશે.

અરવલ્લીઃ ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ ખુલતાં હડકંપ મચી ગયો છે.  ભાજપના નેતા ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુંલતા હડકંપ મચી ગયો છે. અવધેશ પટેલ અરવલ્લીમાં ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે.  મીડિયા પહોંચતા પહેલા કાર મૂકી અવધેશ પટેલ રવાના થઈ ગયા હતા. પોલીસ અટકાયતના ડર થી મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું. 

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, ક્યા વિભાગની ભરતીમાં એક જ ગામના 17 લોકોને મળી નિમણૂક ? જાણો શંકાસ્પદોનાં નામ

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પરિષદ દ્વારા લેવાયેલી  હેડ ક્લાર્ક પેપર લીક કેસનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે આ કૌભાંડને ખુલ્લુ પાડનારા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ કર્યો છે.

યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે, છેલ્લા વર્ષોમાં ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અત્યારે પણ ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. તેણ કહ્યું કે, UGVCL, DGVCL, GETCO ની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લાનું બાયડ છે. આ ભરતીમાં એક જ ગામના 18 વિદ્યાર્થીઓને નિમણૂક મળી ચે. આ રીતે એક જ ગામના વિદ્યાર્થી પાસ થાય એ  શક્ય નથી.

યુવરાજે આક્ષેપ કર્યો કે, આ કૌભાંડ ઓનલાઈન આચરવામાં આવેલું અને 2021ની ભરતીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ રીતે ભરતીમાં પાસ થનારા હવે સિસ્ટમ ના ભાગ છે. યુવરાજસિંહે દાવો કર્યો કે, અમારી ટીમને કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે અધિકારી માટે રાગ દ્વેષ નથી પણ છેલ્લા વર્ષો માં ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અત્યારે પણ ચાલી રહ્યું છે કે જે યુવાનોના હિતમાં નથી તેથી આ કૌભાંડ બહાર પાડ્યું છે. યુવરાજે આ ભરતી કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેમનાં નામ પણ આપ્યાં હતાં.

આ પૈકી નીચેના લોકો વચેટિયા હોવાનો દાવો તેમણે કર્યો છે.

  1. અવધે શપટેલ (ધનસુરા બાયડ, શિક્ષક)
    2. અરવિંદ પટેલ
    3. પ્રજાપતિ
    4. શ્રીકાંત શર્મા (વડોદરા
    Online examination body nsc It ના સંપર્ક માં છે
  2. અજયપટેલ(બાયડ) જેની ભૂમિકા હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં જોવા મળી છે
    5. હર્ષદ નાઈ (શિક્ષક)

  3.  આ ઉપરાંત નીચેનાં લોકોનાં નામ પણ તેણે આપ્યાં છે.
  4. ધવલ પટેલ
    2. કરુષણ પટેલ
    3. હિતેશ પટેલ
    4. રજનીશ પટેલ
    5. પ્રિયમ પટેલ
    6. આંચલ પટેલ
    7. રાહુલ પટેલ (પતિ પત્ની)
    8.પ્રદીપ પટેલ
    9.કાંતિ પટેલ
    10. જીગિશા પટેલ
    11. ધ્રુવ પટેલ લાભાર્થી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
Embed widget