શોધખોળ કરો
ગુજરાત સરકારે જાહેર કરી 2021ના જાહેર રજાઓ, જાણો બેંકો કેટલા દિવસ રહેશે બંધ?
ગુજરાત સરકારે બેંકો માટેની જાહેર રજાઓનું લિસ્ટ પણ જાહેર કર્યું છે. આ લિસ્ટ પ્રમાણે બેંક કર્મચારીઓને 16 જાહેર રજાઓ મળશે.
![ગુજરાત સરકારે જાહેર કરી 2021ના જાહેર રજાઓ, જાણો બેંકો કેટલા દિવસ રહેશે બંધ? Gujarat govt declare 16 bank holidays in calendar year 2021 ગુજરાત સરકારે જાહેર કરી 2021ના જાહેર રજાઓ, જાણો બેંકો કેટલા દિવસ રહેશે બંધ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/02194123/bank-holiday.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર રજાના લિસ્ટની જાહેરાત કરી છે. આગામી વર્ષે 22 દિવસ વિવિધ જાહેર રજાઓ રહેશે. જોકે, આગામી વર્ષમાં શનિ અને રવિવારને દિવસે 7 જાહેર રજાઓ આવી રહી છે. ગુજરાત સરકારે બેંકો માટેની જાહેર રજાઓનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.
આ લિસ્ટ પ્રમાણે બેંક કર્મચારીઓને 16 જાહેર રજાઓ મળશે. એટલે કે વર્ષ 2021માં 16 દિવસ બેંકો બંધ રહેશે. આ સિવાય પાંચ રજાઓ રવિવાર અને ચોથા શનિવારે આવતી હોવાથી બેંકો માટે આ જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.
આ રજાઓની વાત કરીએ તો મહાવીર જન્મ કલ્યાનક (25 એપ્રિલ 2021, રવિવાર), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, રવિવાર), રક્ષા બંધન (22 ઓગસ્ટ, રવિવાર) અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ (31 ઓક્ટોબર, રવિવાર) આ ચાર જાહેર રજાઓ રવિવારના દિવસે આવે છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જ્યારે નાતાલ (25 ડિસેમ્બર) એ ચોથા શનિવારે આવતી હોવાથી આ રજાને પણ જાહેર રજાના લિસ્ટમાં જાહેર કરવામાં આવી નથી.
ગુજરાત સરકારે રાજ્યમાં આવેલી બેંકો, ગુજરાત રાજ્યની પગરા અને હિસાબી કચેરી, પેટા તિજોરી કચેરીઓ માટે ગુરુવાર ને 1 એપ્રિલ 2021ના દિવસે તેમના વાર્ષિક હિસાબો બંધ કરી શકે તે માટે જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરી છે.
ગુજરાત સરકારે બેંકો સિવાયના કર્મચારીઓ માટે શનિવારે આવતી રજાઓને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરી છે. ગાંધી જયંતિ( 2 ઓક્ટોબર, શનિવાર), ભાઈબીજ ( 6 નવેમ્બર , શનિવાર) અને ક્રિસમસ (25 ડિસેમ્બર, શનિવાર) આ ત્રણ જાહેર રજાઓ શનિવારના દિવસે આવે છે. આ હુકમ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ-કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને પણ લાગું પડશે.
આ ઉપરાંત ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)