શોધખોળ કરો
ગુજરાત સરકારના કર્મચારીઓને કઈ 22 જાહેર રજાઓ મળશે? કઈ તારીખે છે કઈ રજા? જુઓ આખું લિસ્ટ
આગામી વર્ષે 22 દિવસ વિવિધ જાહેર રજાઓ રહેશે. જોકે, આગામી વર્ષમાં શનિ અને રવિવારને દિવસે 7 જાહેર રજાઓ આવી રહી છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર રજાના લિસ્ટની જાહેરાત કરી છે. આગામી વર્ષે 22 દિવસ વિવિધ જાહેર રજાઓ રહેશે. જોકે, આગામી વર્ષમાં શનિ અને રવિવારને દિવસે 7 જાહેર રજાઓ આવી રહી છે. ગુજરાત સરકારે બેંકો માટેની જાહેર રજાઓનું લિસ્ટ અને 44 મરજીયાત રજાઓનું પણ લિસ્ટ પણ જાહેર કર્યું છે. નીચે રજાનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં તહેવારનું નામ, તારીખ અને વાર સહિતની માહિતી આપવામાં આવી છે.
મરજીયાત રજાઓમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.

વધુ વાંચો
Advertisement