શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત સરકારે ઘટાડ્યા કોરોનાના RTPCR ટેસ્ટના ભાવ, જાણો હવે કેટલા રૂપિયા થશે?
હવે ખાનગી લેબમાં 800 અને ઘરે બેઠા 1100 રુપિયા ચાર્જ ચુકવવો પડશે. અગાઉ લેબમાં 1500 રૂપિયા હતો. તેમજ ઘરે આવે તો 2000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જોકે, સરકારે ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે.
ગાંધીનગરઃ દિલ્લી અને રાજસ્થાન પછી ગુજરાત સરકારે પણ કોરોનાના RTPCR ટેસ્ટના ભાવ ઘટાડ્યા છે. ગુજરાત સરકારે ખાનગી લેબમાં RTPCR ટેસ્ટના ભાવ જાહેર કર્યા છે. હવે ખાનગી લેબમાં 800 અને ઘરે બેઠા 1100 રુપિયા ચાર્જ ચુકવવો પડશે. અગાઉ લેબમાં 1500 રૂપિયા હતો. તેમજ ઘરે આવે તો 2000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જોકે, સરકારે ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો સસ્તો પડશે.
કોરોના ટેસ્ટના ભાવ ઘટાડાની જાહેરાત આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. આ ભાવ આજથી અમલી બનશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના સહયોગથી અટકાવવી શક્યા છીએ. મુખ્યમંત્રી સાથે બેઠકમાં પણ વારંવાર કોવિડ અંગે વિચાર વિમર્શ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોવિડને સહેજ પણ નજર અંદાજ રાખવા માંગતી નથી. હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને હાર્ડ હોએપિટલ સેવા લેવામાં આવી હતી. દિવાળી બાદ દર્દી સંખ્યામાં વધારો આવી રહ્યો છે. ઓક્સિજન સાથે 336 પથારી સુવિધા ઉભી કરવામાં આવી છે. ડાયાલિસીસ સાથે કોવિડ દર્દી માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion