શોધખોળ કરો

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણયઃ કુદરતી આફત સમયે કોને મળશે 50 હજારની સહાય?

કેબિનેટમાં ઘરવખરીને થયેલા નુકસાનના વળતરમાં પહેલા 3800 રૂપિયા મળતા હતા, હવે વધારીને 7 હજાર રૂપિયા કરાયા છે. કાચા મકાનમાં રહેતા લોકોને 10 હજાર રૂપિયાની સહાય કરાશે. જે પહેલા 4100 રૂપિયા સહાય મળતી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો સૌથી મોટો નિર્ણય લીધો છે. જેનો સીધો ફાયદો રાજ્યના ખેડૂતોને થવાનો છે. કુદરતી આફતો બાદ ચુકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કરાયો છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે વધારો કરવાની મંજુરી આપી છે. કેશડોલ્સની રકમ અને sdrfના ધોરણોમા વધારો કરવામાં આવશે.

આજની કેબિનેટમાં ઘરવખરીને થયેલા નુકસાનના વળતરમાં પહેલા 3800 રૂપિયા મળતા હતા, હવે વધારીને 7 હજાર રૂપિયા કરાયા છે. ઝૂપડા-કાચા મકાનમાં રહેતા લોકોને 10 હજાર રૂપિયાની સહાય કરાશે. જે પહેલા 4100 રૂપિયા સહાય મળતી હતી. ઘેટા-બકરાના 3 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરાયા. અતિવૃષ્ટીથી દૂધાળા પશુનું મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયા સહાય કરાશે. મહત્તમ 5 પશુદીઠ સહાય અપાશે.  નવા સુધારાનો લાભ સૌરાષ્ટ્રના 3 જિલ્લાના લોકોને મળશે, તેવી જાહેરાત પણ આજે ગુજરાત સરકાર વતી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ કરેલી પત્રકાર પરીષદમાં કરી હતી. 

કેબિનેટમાં અધિકારીઓને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સોમવાર અને મંગળવારે સચિવાલયમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે. અધિકારીઓને આ બે દિવસ કોઈ જ કાર્યક્રમનું આયોજન નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આ બે દિવસ મુલાકાતીઓને અધિકારીઓ મળશે. તેમજ મુલાકાતીઓને બહાર ન બેસવું પડે તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓ અને અધિકારીઓ આ બે દિવસ ખાસ સચિવાલયમાં હાજર રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Embed widget