Gujarat Budget 2022-23 : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોની પરીક્ષા ફી માફ
11 લાખ વિદ્યાર્થીઓને ST બસ ફ્રી પાસ માટે 205 કરોડની જોગવાઈ
Gujarat Budjet 2022-23 : ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ બજેટ રજૂ કર્યું. તેમણે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષને શુભકામના પાઠવી અને અંદાજપત્ર વાંચવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. કોરોનામાં વિનામૂલ્યે રસી આપીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર થવા તરફ આગળ વધી રહ્યો છે. આ બજેટમાં રાજ્યના શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 34,884 કરોડની વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
1) મિશન સ્કુલ ઓફ એકસલન્સ માટે રૂ.1188 કરોડની જોગવાઈ કરવામાં આવી
2)રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અઢી હજાર ઓરડાઓ બનાવવાનું કામ શરૂ છે, વધુ 10,000 ઓરડાઓ બનાવવામાં આવશે, જેના માટે 937 કરોડની જોગવાઈ કરવામાં આવી
3)ભાગીદારીના ધોરણે 50 જ્ઞાન શક્તિ સ્કુલ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા 1 લાખ વિદ્યાર્થીઓને નિવાસી ધોરણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે, આના માટે 90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
4)સૈનિક સ્કુલ બાલાચડી, જામનગર માટે તેમજ રાજ્યની વિવિધ સ્કુલમાં પ્રવેશ મેળવતા સ્કુલોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીણે વિવિધ સુવિધાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે 28 કરોડની જોગવાઈ
5)50 લાખ બાળકોને દૂધ સંજીવની યોજના, અન્ન સંગમ યોજના, મધ્યાહન ભોજન યોજના માટે અને સુખડી યોજના માટે 1068 કરોડની જોગવાઈ
6)રાઈટ ટુ એજ્યુકેશન - RTE અંતર્ગત પ્રવેશ મેળવતા બાળકો માટે 629 કરોડની જોગવાઈ
7) 11 લાખ વિદ્યાર્થીઓને ST બસ ફ્રી પાસ માટે 205 કરોડની જોગવાઈ
8) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન માટે 129 કરોડની જોગવાઈ
9) અંતરિયાળ ગામડાઓમાં 245 કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 27,000 કન્યાઓ માટે રહેવા-ભોજનની વ્યવસ્થા માટે 122 કરોડની જોગવાઈ
10) ઘરથી એક કિલોમીટર દુર રહેતા 2 લાખ 30 હજાર બાળકોને શાળાએ લાવવા- ઘરે લઇ જવા માટે 108 કરોડ અને 87 કરોડની જોગવાઈ
11) શાળાઓમાં પાણી, વીજળી, સ્વચ્છતા અને અન્ય સહાય માટે 81 કરોડની જોગવાઈ
12) તમામ વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો માટે 145 કરોડની જોગવાઈ
13) ગુજરાત બોર્ડની 10 લાખ વિદ્યાર્થીનીઓ અને તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે 37 કરોડની જોગવાઈ
14) દિવ્યાંગ વિદ્યાર્થીઓને થેરાપી અને સાધન સહાય માટે 21 કરોડ
15) મોડેલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવા માટે 12 કરોડ
16) ભારત સરકારની રક્ષા શાળાઓમાં રાજ્યની ભાગીદારીથી રક્ષા શાળાઓ શરૂ કરવા માટે 5 કરોડની જોગવાઈ
17) સંસ્કૃત સાધના યોજના માટે સંસ્કૃત ગુરુકુળોને 8 કરોડ આપવાની જોગવાઈ
18) સામાજિક ભાગીદારીથી સંસ્કૃત શક્તિ ગુરુકુળ શરૂ કરવા માટે 3 કરોડની જોગવાઈ
19) પ્રાથમિક શાળાઓમાં CCTV કેમેરા માટે 20 કરોડની જોગવાઈ
20)વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવા 2 કરોડની જોગવાઈ
Education Loan Information:
Calculate Education Loan EMI