રૂપાણી સરકાર આજે ગુજરાતમાં લોકડાઉન લાદવાનો લેશે નિર્ણય ? અમિત શાહે આપી છૂટ, સાંજે કોર કમિટીની બેઠક
રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
અમદાવાદઃ દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનાને કાબુમાં કરવા છ દિવસના લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી છે. જે બાદ ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ વધતાં રૂપાણી સરકાર (Gujarat Government) પણ આવો નિર્ણય લેવી શક્યતા છે. ગુજરાત સરકારે સમીક્ષા શરૂ કરી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા, શહેરોની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવાની સાથે વેપારી સંગઠનો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે, જેને આધારે કોર કમિટીની (Core Committee) સાંજની બેઠકમાં લોકડાઉન અંગેનો આખરી નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી હતી. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે છતાં ક્યાંક ને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી છે; એ સંજોગોમાં ગુજરાતમાં પણ લોકડાઉન લાદી કોરોના કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ શકે છે, ગુજરાતમાં લોકડાઉન લાદવા ડૉક્ટરનાં સંગઠનો, વેપારીઓ પણ સરકારને કહી ચૂક્યાં છે, ત્યારે હવે સરકાર લોકડાઉન અંગે ગંભીર બની એ દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે. રાજ્યમાં રવિવારે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા છે.