શોધખોળ કરો

ભાજપના નેતા પરબતભાઈ પટેલની કથિત સેક્સ ટેપ મુદ્દે ગુજરાત સરકારે શું કરી સ્પષ્ટતા?

સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીર મુદ્દે સાંસદ પરબત પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, હું આવી કોઈ યુવતીને ઓળખતો નથી અને આ તસવીર મારી નથી. મે મારી જીંદગીમાં કોઈની સાથે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી.

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના ટોચના નેતાના કથિત સેકસ વીડિયો મુદ્દે આજે રૂપાણી સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,  પરબતભાઈ જાહેર જીવનના એક પ્રમાણિક, નિષ્ઠાવાન આગેવાન છે. શુદ્ધ ચરિત્રવાળા આગેવાન છે. વ્યક્તિગત મારો-અમારો 40-45 વર્ષનો નાતો રહ્યો છે. બ્લેકમેલ કરનારા તત્વએ આ રીતે ષડયંત્ર ગોઠવેલું છે. એના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે. એની ધરપકડ પણ થઈ છે. 

અગાઉ 15 ઓગસ્ટે જાહેર કરવાની ચીમકી આમ આદમી પાર્ટીના કાર્યકર મઘાભાઈ પટેલે ઉચ્ચારી હતી.  તેના કારણે રાજકીય ઉત્તેજનાનો ફેલાઇ ગઈ હતી.  અગાઉ એક તસવીર વાયરલ થઈ છે જેમાં યુવતીને આલિંગનમાં લેનારી વ્યક્તિ સાંસદ પરબત પટેલ હોવાનો દાવો કરાઈ રહ્યો હતો.  

યુવતી સાથેની સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીર મુદ્દે સાંસદ પરબત પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, હું આવી કોઈ યુવતીને ઓળખતો નથી અને આ તસવીર મારી નથી. મે મારી જીંદગીમાં કોઈની સાથે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી. તેમણે જણાવ્યું કે, 2016થી આ અંગે મારી પાસે આવીને પૈસા માંગીને મને બ્લેકમેલ કરવાની કોશિશ પણ કરવામાં આવી છે પણ મેં કશું ખોટું કર્યું જ નથી તેથી બ્લેકમેઈલિંગને તાબે થવાનો સવાલ જ નથી.

શનિનારે ડીસાના એલિવેટેડ બ્રિજના ઉદઘાટન પ્રસંગે પરબત પટેલે પોતે પ્રામાણિક હોવાનું જણાવીને કહ્યું કે, મીડિયાના માધ્યમથી મારું નામ આપ્યું એટલે હું સ્પષ્ટતા કરું છું પણ મેં કદી કશું ખોટું કર્યું નથી. તેમણે કહ્યું કે, જે ભાઈને 15  ઓગસ્ટે વિડીયો વાયરલ કરવો છે, તેને કરવા દો. મેં વાયરલ ફોટા જોયા નથી. આ બાબત અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ કરીશ.

આમ આદમી પાર્ટીના કાર્યકર મઘા પટેલે થોડા દિવસો અગાઉ ભાજપના ટોચના નેતાનો સેક્સ વીડિયો 15 ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે ખળભળાટ મચી ગયો છે. મઘાભાઈ પટેલે એક તસવીર ફેસબુક પર મુકી હતી. મઘા પટેલે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મીનીટનો છે. જે પૈકીનું 1 મિનિટનું કટીંગ 15 ઓગસ્ટે 12.39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.  નેતાજી  પાલનપુર સર્કીટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા, ધન્યવાદ નેતા.  બનાસકાંઠાના ભાજપ સાંસદ પરબત પટેલે મીડિયાને જણાવ્યું કહ્યું કે, 'મેં ફોટા જોયા નથી, મીડિયાના માધ્યમથી મેં જોયું કે, અમારા ભાઈ મગાભાઈ કહ્યું છે કે, 15મીએ હું વિડીયો વાયરલ કરીશ. મારી જાત કેવી છે તેની મને ખબર છે, મે મારી લાઈફમાં કોઈની જોડે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
2030 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
2030 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
Embed widget