શોધખોળ કરો
Advertisement
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હસ્તે ગુજરાત પોલીસને મળ્યું ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન
આ સન્માનની સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલગ ધ્વજ અને ચિન્હ મળ્યા હતા.
ગાંધીનગર: કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’થી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રકારનું સન્માન મેળવનાર ગુજરાત દેશનુ સાતમું રાજ્ય બન્યું હતું. આ સન્માનની સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલગ ધ્વજ અને ચિન્હ મળ્યા હતા. ગુજરાતની રચના સમયે બોમ્બે રાજ્યની જિલ્લા પોલીસ, સૌરાષ્ટ્ર અને કચ્છની પોલીસનું વિલિનકરણ કરીને ગુજરાત પોલીસની રચના કરવામાં આવી હતી. ગુજરાત પોલીસની 58 વર્ષની યાત્રા દરમિયાન સંગઠિત અપરાધ, આર્થિક અપરાધ અને આતંકવાદ જેવા કેટલાક પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે.
આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ કહ્યું કે, પોલીસ સંવેદનશીલતાંથી કામ કરે જેથી લોકોને પોલીસ પ્રત્યે વિશ્વાસ ઉભો થાય. પોલીસ સુધારા માટે અનેક સૂચનો આવ્યા છે. ભ્રષ્ટાચારએ પોલીસ માટે સૌથી મોટો પડકાર છે.
કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આપણા માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આપણું સૌભાગ્ય છે કે ઉપરાષ્ટ્રપતિના હસ્તે આ નિશાન મળ્યું છે. સમગ્ર ગુજરાત પોલીસ ગૌરવ અનુભવે છે. ગુજરાત પોલીસની કર્તવ્ય નિષ્ઠા અનેરી છે.શાંતિ પ્રિય અને અપરાધ મુકત ગુજરાત બને તે માટે અમે કટિબદ્ધ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement