શોધખોળ કરો
Advertisement
સરકારની 25 ટકા ફીમાં રાહતની ફોર્મ્યુલા અંગે સ્કૂલો તૈયાર નહીં, જાણો શું આપી ફોર્મ્યુલા?
ખાનગી સ્કૂલના સંચાલકોએ જરૂરિયાદમંદ અને ગરીબ વિદ્યાર્થીની ફી તેની પરિસ્થિતિ મુજબ ઘટાડવા તૈયારી દર્શાવી હતી. સરકારે તમામ વિદ્યાર્થીઓની ફીમાં 25 ટકા ઘટાડો કરવા આપેલી ફોર્મ્યુલા આપી હતી.
ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી ફી મામલે ફોર્મ્યુલા ઘડવા માટે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ખાનગી સ્કૂલ સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં સરકાર તરફથી તમામ વિદ્યાર્થીઓની 25 ટકા ફી ઘટાડો કરવાની ફોર્મ્યુલા આપવામાં આપી હતી. જોકે, સ્કૂલોએ આ ફોર્મ્યુલાને ફગાવી દીધી હતી.
બીજી તરફ ખાનગી સ્કૂલના સંચાલકોએ જરૂરિયાદમંદ અને ગરીબ વિદ્યાર્થીની ફી તેની પરિસ્થિતિ મુજબ ઘટાડવા તૈયારી દર્શાવી હતી. સરકારે તમામ વિદ્યાર્થીઓની ફીમાં 25 ટકા ઘટાડો કરવા આપેલી ફોર્મ્યુલા આપી હતી. જોકે, આ બાબતે પ્રાથમિક ચર્ચામાં સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપવાની દલીલને નકારી હતી.
સાથે ટયુશન ફી સિવાય અન્ય ફીમાં 25 ટકા ઘટાડો કરવા સંચાલકોએ તૈયારી દર્શાવી હતી. આગામી સમયમાં ફરી ફી અંગે સંચાલકો અને શિક્ષણ વિભાગ પરામર્શ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement