શોધખોળ કરો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ, ગણદેવીમાં 5.7 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ  ખાબક્યો હતો. 

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.  જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડ શહેરમાં 5.5 ઈંચ, પારડીમાં સાડા 4 ઈંચ વરસાદ,  વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 4 ઈંચ, ભાવનગર શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત શહેર અને નવસારીમાં 3 ઈંચ, નવસારીના જલાલપોર અને ખેરગામમાં 2.8 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.7 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.6 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 2.4 ઈંચ, વલસાડના વાપીમાં , ભાવનગરના વલ્લભીપુરમાં, સુરતના ઓલપાડમાં 2 ઈંચ વરસાદ, જામનગરના કાલાવાડ અને આણંદના તારાપુરમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો. 

ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ  ખાબક્યો હતો. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે જાણો ક્યા ક્યા પડ્યો વરસાદ ?

ગાંધીનગર:  રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, વલસાડ, નવસારી, પાટણ, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર,  બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. મધ્યમાં આણંદ,  વડોદરામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના સ્થળે વરસાદ વરસ્યો છે. 

કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  રાપર તાલુકાના નિલપર અને આસપાસના ગામડાઓમાં વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભારે પવન સાથેના વરસાદના કારણે લાઈટના થાંભલા ધરાશાયી થતા વિજળી ગૂલ થઈ છે.  ભચાઉના ખારોઈ, ચોબારી, કણખોઈ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોઘમાર વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરુ થવાના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.

મોરબીના હળવદ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ શરુ થયો છે.   ચીખલી ખાતે આવેલ નેશનલ હાઇવે નંબર 48 સહિત તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસી રહ્યો છે.

ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget