ભાજપમાં જોડાય તે પહેલા જાણો ગાંધીનગરમાં રાત્રે કોની સાથે કરી હાર્દિક પટેલે મુલાકાત
ભાજપમાં જોડાયા પહેલા જ હાર્દિક પટેલ ગાંધીનગરમા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય હાર્દિક પટેલ જોવા મળ્યા હતા. તેમણે ગાંધીનગર મેયર -શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી.
ગાંધીનગર: ભાજપમાં જોડાયા પહેલા જ હાર્દિક પટેલ ગાંધીનગરમા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. ગઈ કાલે રાત્રે ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય હાર્દિક પટેલ જોવા મળ્યા હતા. તેમણે ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમલમ ભાજપમાં જોડાવાના આયોજન સંદર્ભે મુલાકાત હોવાનુ માનવામાં આવી રહ્યું છે. ગઈ કાલે જ ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ 2 જૂનના રોજ ગાંધીનગરના કમલમ ખાતે બીજેપીમાં જોડાશે.
ગાંધીનગરમાં એક જ ગાડીમાં જોવા મળ્યા જીતુ વાઘાણી અને મનિષ સિસોદીયા
National Conference of Education Minister: ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. 1 અને 2 જૂન દરમિયાન નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાગ લેવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાન પણ ગાંધીનગર પહોંચ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચી ગયા છે. આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસીના સ્ટિયરીંગ કમિટીના ચેરમેન કે કસ્તુરીરંગન પણ ઉપસ્થિત રહેશે.
જો કે આ કાર્યક્રમ પહેલા જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાને લઈને થઈ રહી છે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એક જ ગાડીમાં વિધા સમીક્ષા કેન્ડ જવા રવાના થયા હતી. થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણને લઈને મનિષ અને જીતુ વાઘાણી આમને સામને આવી ગયા હતા. વાત એટલે સુધી વધી ગઈ હતી કે, મનિષ સિસોદીયા જીતુ વાઘાણીના મતવિસ્તાર ભાવનગર ખાતે સરકારી શાળાઓ જોવા આવ્યા હતા. આજના કાર્યક્રમમાં વિદ્યા સમિક્ષા કેન્દ્રની તબક્કાવાર પ્રતિનિધિ મંડળો મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી તથા અધિકારીઓ કરશે સૌજન્ય મુલાકાત કરશે.અને ડિનરનુ આયોજન કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ઘરમાં યુવતી સાથે હતા ને પત્નિએ પહોંચીને કર્યો તમાશો,
અમદાવાદઃ એક દિગ્ગજ નેતા નો પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવતા ગુજરાત કોંગ્રેસ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ છે. મધ્ય ગુજરાતના એક દિગ્ગજ નેતાના ઘરે તેમની પત્ની પહોંચી ત્યારે તેમના ઘરમાં અન્ય યુવતી મળી આવતા રાતભર હોબાળો થયાના અહેવાલો ખાનગી વેબ પોર્ટલ ઉપર વહેતા થયા છે. અહેવાલો પ્રમાણે આ નેતાનો તેમની પત્ની સાથે લાંબા સમયથી પારિવારિક અને સંપત્તિને લઇ ઝઘડો ચાલી રહ્યો છે.