શોધખોળ કરો

Junior Clerk Exam: જૂનિયર કલાર્કની રદ થયેલી પરીક્ષા ક્યારે યોજાશે ? જાણો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેને શું કરી મોટી જાહેરાત

IPS અધિકારી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું, મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.

Paper Leak Case Update: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક બાદ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. જે બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ પોલીસ આવાસના એમડી તરીકે કાર્યરત આઈપીએસ હસમુખ પટેલે આજે ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું, મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.

કોર્ટે આરોપીઓના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

 જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ATS દ્વારા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બાદ કોર્ટે 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ કેસ અંગે વિગતે વાત કરીએ તો એટીએસ દ્વારા વિવિધ મુદ્દે રીમાન્ડની માંગ કરવામાં આવી હતી. વીસેક દિવસ અગાઉ હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસની બહાર પેપર લીકનું કાવતરું રચાયું હતું. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનાર શ્રધ્ધાકર લુહાનાએ કે.એલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રશ્ન પત્ર મેળવ્યું હતું. 7 લાખમાં પેપર આરોપી પ્રદીપ નાયકને આપવામાં આવ્યું હતું. પ્રદીપ નાયકે આરોપી મોરારી પાસવાન તથા નરેશ મોહંતીને પેપર દીઠ 5 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. મોરારી પાસવાને કમલેશ ભિખારીને પ્રશ્ન પત્ર 6 લાખમાં વેચવાનું પેપર દીઠ નક્કી કર્યું. જે બાદ કમલેશ ભીખારીએ પેપર મોહમદ ફિરોઝને પેપર દીઠ 7 લાખમાં વેચવાનું નક્કી કર્યું.

તો મોહમદ ફિરોઝએ પેપર સર્વેશને પેપર દીઠ 8 લાખમાં વેચવાનું નક્કી કર્યું. સર્વેશે પેપર પ્રભાત, મુકેશ અને મીંટુને 9 લાખમાં વેચવાનું નક્કી કર્યું. મીંટુ કુમારે પેપર 10 લાખમાં ભાસ્કર ચૌધરીને આપવાનું નક્કી કર્યું. ભાસ્કર ચૌધરીએ પેપર કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયું અને ઇમરાનને 10 લાખમાં વેચવાનું નક્કી કર્યું. કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, હાર્દિક શર્મા, પ્રણવ શર્માએ આ પેપર 12 લાખમાં ઓળખીતાઓને વેચવાનું નક્કી કર્યું.  મુકેશ અને ભરત પેપર ઓળખીતાઓને 10 લાખમાં વેચવાનો હતો. તો બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે, આરોપીઓને હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસનું સરનામું કોણે આપ્યું? પેપર લીકમાં કોઈ અધિકારીની સંડોવણી છે? આ અંગે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપે છે. આરોપીઓ ક્યાં ક્યાં ઉમેદવારોને પેપર વેચવાના હતા? આ અગાઉ કોઈ પરીક્ષામાં પેપર લીક કર્યું છે? તમામ મુદ્દે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

Embed widget