શોધખોળ કરો

રૂપાણી સરકારનો મોટો નિર્ણયઃ ગુજરાતમાં કઈ તારીખથી લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરી શકશે?

આવતી કાલથી વતન જવા માંગતા લોકો જે તે જિલ્લા કલેક્ટરને વતન જવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ પછી પરમ દિવસ એટલે કે, સાત તારીખથી લોકો મંજૂરી મળ્યા પછી પ્રવાસ કરી શકશે.

ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લાઓમાં ફસાયેલા લોકો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરવાની છૂટ આપી દીધી છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતી કાલથી વતન જવા માંગતા લોકો જે તે જિલ્લા કલેક્ટરને વતન જવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ પછી પરમ દિવસ એટલે કે, સાત તારીખથી લોકો મંજૂરી મળ્યા પછી પ્રવાસ કરી શકશે. મંત્રી ગણપત વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ, પૂરતી લક્ઝરી બસોમાં જ પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. કલેક્ટર જે લોકોને મંજૂરી આપે તે જ લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરી શકશે. આ નિર્ણય આખા ગુજરાતમાં લાગું કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે લોકડાઉન દરમિયાન આ જિલ્લાઓમાં ફસાયેલા લોકો હવે પોતોના વતન પરત જઈ શકશે. આવતી કાલથી વતન પરત જવા ઇચ્છતા લોકો જે તે જિલ્લાના કલેક્ટરને ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ પરમ દિવસથી લક્ઝરી મારફત વતન જવા માટે મંજૂરી આપવામાં આવશે. શરૂઆતમાં માત્ર લક્ઝરી બસને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ પરમિશન વગર કોઇ પણ વ્યક્તિ ખાનગી વાહનોમાં પ્રવાસ કરી શકશે નહીં. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ માહિતી આપી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ફસાયેલા લોકોને મોટો ફાયદો થશે. સુરતમાં 12 લાખ રત્નકલાકારો હવે વતન પરત ફરી શકશે. વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. વતન જવા માંગતા લોકોએ અન્ય બીજી શરતોનું પાલન કરવાનું રહેશે. જે અંગેની માર્ગદર્શિકા હવે જાહેર કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget