Lok Sabha Election: ભાજપની 'નૉ રિપીટ થિયરી' અડધે અટકી, 12 સાંસદો રિપીટ, 14ના જ પત્તા કપાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ભાજપે ગઇકાલે પોતાની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીની સાથે જ ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવારોના નામે આવી ગયા છે
![Lok Sabha Election: ભાજપની 'નૉ રિપીટ થિયરી' અડધે અટકી, 12 સાંસદો રિપીટ, 14ના જ પત્તા કપાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ Lok Sabha Election: 12 Candidates Repeat and 14 Has Down in the 2024 lok sabha election list of BJP in Gujarat, Local News Lok Sabha Election: ભાજપની 'નૉ રિપીટ થિયરી' અડધે અટકી, 12 સાંસદો રિપીટ, 14ના જ પત્તા કપાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/aa4a901cec59eea820cca6f98a970768171134138296577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election: ભાજપે ગઇકાલે પોતાની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીની સાથે જ ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવારોના નામે આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ 'નૉ રિપીટ થિયરી' પર કામ કરી રહ્યું છે, 'નૉ રિપીટ થિયરી' ની વાતો વચ્ચે ભાજપે આ વખતે માત્ર 14 સાંસદોને જ બદલ્યા છે. બાકીના 12 સાંસદોને રિપીટ કર્યા છે. ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો, પરંતુ આ વખતે પાર્ટીને 14 સાંસદોના પત્તા કાપવા પડ્યા છે, તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે અને 12 સાંસદોને રિપીટ કર્યા છે.
2024માં ભાજપની ચાર મહિલાને ટિકિટ -
વર્ષ 2019ની સરખામણીમાં ભાજપે ગુજરાતમાં આ વખતે પુરજોશમાં કામ શરૂ કર્યુ છે અને મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને બદલ્યા છે. આ વખતે ભાજપે ચાર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમ, ભાવનગર લોકસભા બેઠક પરથી નિમુબેન, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અને સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે.
2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના 12 સાંસદ રિપીટ, 14ના પત્તા કપાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ -
2024 લોકસભામા ભાજપના ઉમેદવાર | |||
બેઠક | 2019માં સાંસદ | 2024માં ઉમેદવાર | રિપીટ કે પત્તુ કપાયું |
ગાંધીનગર | અમિત શાહ | અમિત શાહ | રિપીટ |
નવસારી | સી આર પાટીલ | સી આર પાટીલ | રિપીટ |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | દેવુસિંહ ચૌહાણ | રિપીટ |
કચ્છ | વિનોદ ચાવડા | વિનોદ ચાવડા | રિપીટ |
જુનાગઢ | રાજેશ ચૂડાસમા | રાજેશ ચૂડાસમા | રિપીટ |
પાટણ | ભરતસિંહ ડાભી | ભરતસિંહ ડાભી | રિપીટ |
દાહોદ | જસવંતસિંહ ભાભોર | જસવંતસિંહ ભાભોર | રિપીટ |
ભરુચ | મનસુખ વસાવા | મનસુખ વસાવા | રિપીટ |
બારડોલી | પ્રભુ વસાવા | પ્રભુ વસાવા | રિપીટ |
અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | હસમુખ પટેલ | રિપીટ |
આણંદ | મિતેષ પટેલ | મિતેષ પટેલ | રિપીટ |
જામનગર | પૂનમ માડમ | પૂનમ માડમ | રિપીટ |
વલસાડ | કે.સી.પટેલ | ધવલ પટેલ | પત્તુ કપાયું |
સુરત | દર્શના જરદોશ | મુકેશ દલાલ | પત્તુ કપાયું |
અમદાવાદ પશ્ચિમ | ડૉ. કિરીટ સોલંકી | દિનેશ મકવાણા | પત્તુ કપાયું |
સુરેન્દ્રનગર | ડો.મહેન્દ્ર મુંજપરા | ચંદુભાઇ શિહોરા | પત્તુ કપાયું |
ભાવનગર | ભારતીબેન શિયાળ | નિમુબેન બાંભણીયા | પત્તુ કપાયું |
બનાસકાંઠા | પરબત પટેલ | ડૉ.રેખાબેન ચૌધરી | પત્તુ કપાયું |
અમરેલી | ભરત સુતરિયા | નારણ કાછડિયા | પત્તુ કપાયું |
રાજકોટ | મોહન કુંડારિયા | પુરુષોત્તમ રુપાલા | પત્તુ કપાયું |
પોરબંદર | રમેશ ધડૂક | મનસુખ માંડવિયા | પત્તુ કપાયું |
વડોદરા | રંજન ભટ્ટ | હેમાંગ જોશી | પત્તુ કપાયું |
પંચમહાલ | રતનસિંહ રાઠોડ | રાજપાલસિંહ જાદવ | પત્તુ કપાયું |
સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | શોભનાબેન બારૈયા | પત્તુ કપાયું |
છોટાઉદેપુર | ગીતાબેન રાઠવા | જસુ રાઠવા | પત્તુ કપાયું |
મહેસાણા | શારદાબેન પટેલ | હરિભાઇ પટેલ | પત્તુ કપાયું |
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)