Lok Sabha 2024: 9 ફેબ્રુ.એ દિલ્હીમાં કોંગ્રેસનું મંથન, ગુજરાતના ઉમેદવારોને ખાનગીમાં ચૂંટણી લડવાનું કહેવાશે
લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારો અને ચૂંટણી અભિયાન પર કામગીરી કરી રહ્યાં છે

Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પણ એક્શન મૉડમાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે દિલ્હીમાં હવે મંથન શરૂ થઇ રહ્યું છે, આગામી 9મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં ગુજરાતમાં ચૂંટણી લડવાના ઉમેદવારોને ખાનગીમાં જાણ કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારો અને ચૂંટણી અભિયાન પર કામગીરી કરી રહ્યાં છે. હાલમાં જ સમાચાર મળ્યા છે કે, ગુજરાતમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો માટે ખાસ પ્લાનિંગ કર્યુ છે. લોકસભાના ઉમેદવાર નક્કી કરવા માટે હવે કોંગ્રેસ એક્શન મૉડમાં આવી છે. ગુજરાત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર માટે દિલ્હીમાં મંથન કરાશે, આગામી 9મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની સ્ક્રીનીંગ કમિટીની બેઠક થશે, જેમાં ગુજરાતના 26 બેઠકો માટેના ઉમેદવાર અંગે ચર્ચા થશે. આ પછી 26 બેઠકો પરથી આવેલા નામો પૈકી પૉટેંશિયલ કેન્ડિડેટના નામ ઉપર ચર્ચા થશે અને ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ઉમેદવારોને ખાનગીમાં ચૂંટણી લડવાની જાણ કરાશે.
સી.જે.ચાવડા 12મી ફેબ્રુ.એ ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલ વિજાપુરમાં પહેરાવશે કેસરિયો ખેસ
ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટી ખબર સામે આવી છે, સમાચાર છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે, સી.જે. ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ કેસરિયો ધારણ કરશે, વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં સી.જે. ચાવડા ભાજપમાં વિધિવત રીતે જોડાશે, પાટીલ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં વેલકમ કરશે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ.
મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય પદથી રાજીનામું આપનારા વધુ નેતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાવવાના છે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. આ દિવસે વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કેમ કે સી.જે.ચાવડાએ વિજાપુર બેઠકથી રાજીનામું આપ્યું છે ત્યારે લોકસભાની સાથે જ યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે સી.જે.ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું. આ તમામની વચ્ચે ચાવડાને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીંવત છે.
આ અગાઉ ધારાસભ્ય પદથી રાજીનામું આપી ચૂકેલા ભૂપત ભાયાણી અને ખંભાત બેઠક પરથી રાજીનામું આપનાર ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ બાકી છે. જોકે હજુ પણ વિપક્ષના કેટલાક ધારાસભ્ય સાથે ભાજપના નેતાઓ સંપર્ક સાધી રહ્યાં છે ત્યારે હવે ક્યા ધારાસભ્યનું રાજીનામું પડશે તેની અટકળો તેજ છે. હાલમાં ગુજરાતમાં ભાજપનું જબરદસ્ત લોકસભાની ચૂંટણીને લઇને કેમ્પેઇન ચાલી રહ્યું છે.
‘કોંગ્રેસના નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે’, સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર
દેશમાં હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે અને સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. આ દરમિયાન રામ મંદિર વિશે મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રામ મંદિર મામલે કોઇ મતમતાંતર નહીં. ‘ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, મતો માટે દેવી દેવતાઓને શેરીઓમાં રઝળાવવા ભાજપની કરતૂત છે.
સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શું કહ્યું
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું, કોંગ્રેસ નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે. ‘લોકશાહીમાં માન્ય ન ગણાય એવી રીતે એજન્સીઓના દૂર ઉપયોગથી નેતાઓને ડરાવાય છે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલા મારી સાથે ફોન પર રડ્યાં છે, સરકારે પરિસ્થિતિ વિકટ કરતા ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું હતુ. રાજીનામુ ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ હતું. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.
સી જે ચાવડાએ કહ્યું કે,“મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કૉંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન નથી બનવા માગતો,
કોણ છે સી, જે ચાવડા
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.ણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
