શોધખોળ કરો

Ambalal Patel Forecast: વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ

Ambalal Patel Forecast: વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 8 મે સુધી પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 8 મે સુધી પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગરના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વાદળ ઉપર હોવાથી ભારે વરસાદની શક્યતા નથી.

ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

ગરમીને લઈ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે 11 મેથી 20 મે દરમિયાન ભીષણ ગરમી પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી સુધી તાપમાન રહેશે. ઉ.ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેશે. રાજકોટ-મોરબીમાં 43થી 44 ડિગ્રી સુધી પારો પહોંચશે. સુરેન્દ્રનગરમાં 43થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.

દાહોદમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

દાહોદમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુખસર સંજેલી અને ફતેપુરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદથી લગ્ન પ્રસંગોના મંડપ ઉડ્યા હતા. ભારે પવનના કારણે અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ફતેપુરા, સલરા, વડવાસમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.  દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય છાપરી, ગલાલીયાવાડ, રામપુરામાં વરસાદ વરસ્યો હતો. ખરોડ, ડોકી, જાલત, વાંદરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. લીમડી તાલુકાના મીરાંખેડી, વરોડ, ડુંગરી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. દાહોદના ફતેપુરા, સલરા, વડવાસમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કરોડિયા, વલોન્ડી, પાટવેલ, નવાગામ, છાલોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

મહીસાગરમાં કમોસમી વરસાદ

ભરઉનાળે મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાણા અને સંતરામપુર શહેર અને ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કડાણા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. તો સંતરામપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5થી આઠ મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.

અરવલ્લી જિલ્લામાં  વાતાવરણમાં પલટો

અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડાસા, શામળાજી, મેઘરજ, માલપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છવાયો. શામળાજીના સુનોખ, વાશેરા કંપા, ઈસરી, જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સોમવારે સાંજે બોટાદમાં વરસાદ ખાબક્યો હતો. સાંજ પડતા જ બોટાદના રાણપુર શહેરમાં પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. રાણપુરના માલણપુર, ખોખનીયા, રાજપરા, નાગનેશ, બોડીયા સહિતના ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  ડાંગ જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગના સાપુતારામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget