Gandhinagar: વિદ્યાસહાયક ભરતીમાં ફાઇનલ મેરિટ જાહેર થયાના ચાર મહિના છતાં નથી કરવામાં આવી જિલ્લા પસંદગી
ગુજરાત સરકાર દ્ધારા વિદ્યાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યના વધુ ઘટ ધરાવતા જિલ્લાઓ માટે 2600 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા વિદ્યાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યના વધુ ઘટ ધરાવતા જિલ્લાઓ માટે 2600 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી જેમાં જાન્યુઆરીમાં ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિદ્યા સહાયક ભરતીમાં ફાઇનલ મેરિટ સાથે જ જિલ્લા પસંદગી કરાવવામાં આવે છે પરંતુ આ વખતે ચાર મહિના જેટલો સમય થઇ ગયો છતાં જિલ્લા પસંદગી કરવામાં આવી નથી. ઉમેદવારો છેલ્લા ચાર મહિનાથી જિલ્લા પસંદગી માટે ગાંધીનગરમાં સતત રજૂઆતો કરી રહ્યા છે.
એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ ખરાબ 1657 માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે.#LetterTo @CMOGuj
— Dr.Manish Doshi@bharatJodo (@drmanishdoshi) May 2, 2023
@kuberdindor @arjunmodhwadia pic.twitter.com/uobMwfEsRW
કોગ્રેસ નેતા મનીષ દોશીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાઓમાં સ્થિતિ ખરાબ છે. 1657માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારની છે.
તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા પસંદગી ન થવાથી વિદ્યા સહાયક ઉમેદવારોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઇ રહી છે. હાલ રાજ્યમાં આવેલ આશ્રમ શાળાઓમાં 850 જેટલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યા સહાયક ભરતીમાં મેરિટમાં રહેલા ઉમેદવારોએ પણ આ ભરતીમાં ઉમેદવારી કરેલી છે. આશ્રમ શાળામાં ઉમેદવારોને તમામ ઓરિજનલ પ્રમાણપત્રો જમા કરાવવાના અને બોન્ડ જેવા નિયમો લાગુ પડતા હોય છે ત્યારે વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા પસંદગી ન થવાથી આશ્રમ શાળામાં નિમણૂક લેવી કે ના લેવી તેની અસમંજસમાં ઉમેદવારો માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
બદલી કેમ્પ અટકતા શિક્ષકો અકળાયા
બીજી તરફ ઘણા સમયથી બદલી કેમ્પ અટકતાં શિક્ષકો અકળાયા હતા. તેઓ ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીને રજૂઆત માટે એકઠાં થયા હતા. પ્રાથમિક શિક્ષકોની બદલી માટે વારંવારની બેઠકો છતાં કોઇ પરિણામ ન આવતા શિક્ષકો રોષે ભરાયા હતા. છેલ્લે 2021માં બદલી કેમ્પ થયા હતા.
Weather Forecast : ગુજરાત પર હજુ માવઠાનું સંકટ, હવામાન વિભાગે કેટલા દિવસ કરી વરસાદની આગાહી?
ગાંધીનગરઃ ગુજરાત પર હજુ માવઠાનું સંકટ યથાવત છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, સુરત, ભરૂચમાં માવઠાની આગાહી કરવામા આવી છે. તે સિવાય આણંદ, ભરૂચ, વડોદરામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ પડ્યો
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 27 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં અમરેલીના ધારીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો ગઢડામાં દોઢ ઇંચ, બરવાવાળામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, નખત્રાણા, લાઠી, કલ્યાણપુર, જસદણમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. વલ્લભીપુર, ઉમરગા, વિલિયા, ખાંભા, અંજારમાં પા-પા ઇંચ વરસાદ પડ્યો છે