ગુજરાતમાં નવી 1 લાખ રોજગારીનું એલાન, જાણો કયા ક્ષેત્રમાં મળશે નવી નોકરીઓ?
ગુજરાત સરકાર દ્વારા આજે આઇટી પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રીનો આભાર માનું છું.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આજે આઇટી પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રીનો આભાર માનું છું. અગાઉ ની પાલિસી કરતા વધુ સારી અને દેશના અન્ય રાજ્યો કરતા પોલિસી આગળ છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી નો પણ આભાર માનું છું. પોલિસી બનાવવા માટે 37 જેટલી બેઠકો આઇટી સેકટરના લોકો સાથે કરવામાં આવી. ભારતમાં આઇટી સેકટર 10 ટકાને દરે વધી રહી છે.
તેમણે કહ્યું કે,આગામી 5 વર્ષ માં ગુજરાત ટોપ 5 રાજ્યોમાં આઇટી સેકટરમાં હશે. આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર બનશે. આઇટી એક્સપોર્ટ માં ગુજરાત 3 હજાર કરોડ થી 25 હજાર કરોડ પર પોહોંચાડવાનું લક્ષ્ય. આગામી 5 વર્ષ માં આઇટી પોલિસી થી નવી 1 લાખ રોજગાર ઉભી થશે. નવા યુનિટ અને નવા એક્સપનશન યુનિટને પ્રોજેકટના 25 ટકા વધુમાં વધુ 50 કરોડની સહાય 250 કરોડ કરતા ઓછાના પ્રોજેકટમાં સહાય થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઈટી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.આઈટી પોલિસી ૨૦૨૨-૨૭નું લોચિંગ કરાયું. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે લોંચિંગ કરાયું છે. પાંચ વર્ષ માટે અમલી આઈટી પોલિસી રહેશે.