નિલા સ્પેસીસ મેટાવર્સની મદદથી ગિફ્ટ સિટી ખાતે આકાર પામવા જઈ રહેલા શહેરી આવાસીય પ્રોજેક્ટનું ભવિષ્યદર્શન કરાવ્યું
શહેરી જીવનને એક નવા સ્તરે લઈ જનારું આ કૉમ્પલેક્સ યુવા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોની આકાંક્ષાઓને પૂરી કરશે
અમદાવાદ, 06 ઑગસ્ટ, 2022: ગુજરાતમાં યોજાયેલા આ પ્રકારના સૌપ્રથમ કાર્યક્રમમાં નિલા સ્પેસીસ લિમિટેડે શનિવારના રોજ ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી ખાતે નિર્માણ પામવા જઈ રહેલા તેના આગામી આવાસીય પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીયાલિટી પ્લેટફૉર્મ પર અનાવરણ કર્યું હતું. ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનવા જઈ રહેલા ગિફ્ટ સિટી (ગાંધીનગર) ખાતે આકાર પામવા જઈ રહેલું આ સમકાલીન અને વૈભવી આવાસીય કૉમ્પલેક્સ આધુનિક ઘરો અને શહેરી જીવનશૈલીને એક નવા સ્તરે લઈ જશે. મોકળાશભર્યા ઘરોની સાથે જોડાયેલી અત્યાધુનિક સુવિધાઓ, સુઆયોજિત કમ્યુનિટી સ્પેસીસ ધરાવતો આ આગામી પ્રોજેક્ટ વિકાસના માર્ગે અગ્રેસર હોય તેવા વ્યાવસાયિકોની આવાસીય જરૂરિયાતોને અનુરૂપ છે તથા ભારતમાં શહેરી જીવનશૈલીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની પરિકલ્પના કરવામાં આવી છે.
નિલા સ્પેસીસ લિમિટેડ એ એક પ્રગતિશીલ રીયલ-એસ્ટેટ ફર્મ છે, જે આધુનિક, શહેરી વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોની આવાસીય જરૂરિયાતોને પૂરી કરે છે. પોતાના સંભવિત ક્લાયેન્ટ્સને ફક્ત પ્લાન અને લેઆઉટ દર્શાવવાને બદલે નિલા સ્પેસીસ લિમિટેડે બે ડગલાં આગળ વધી તેમના આગામી પ્રોજેક્ટને રજૂ કરવા માટે વર્ચ્યુઅલ રીયાલિટી ટેકનોલોજીનો સહારો લીધો હતો, જેથી કરીને સંભિવત યુવા ગ્રાહકો સમક્ષ આ આવાસીય કૉમ્પલેક્સ અને તેની કમ્યુનિટી સ્પેસસીસ ખાતે નિર્માણ પામવા જઈ રહેલા લાઇફસ્ટાઇલ એપાર્ટમેન્ટનો 360-ડિગ્રી વ્યૂ રજૂ કરી શકાય. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ થ્રીડી અનુભવ પૂરો પાડી શકાય તે માટે કાર્યક્રમના સ્થળને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું અને ઓછામાં ઓછા 70 મેટા ઓક્યુલસ ડીવાઇસિસથી સજ્જ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઇમર્સિવ રીયાલિટી એક્સપીરિયેન્સની રચના ‘વર્ચ્યુઅલ સ્પેસીસ’ દ્વારા કરવામાં આવી હતી.
વર્ચ્યુઅલ સ્પેસીસના સહ-સ્થાપક અને સીઇઓ શ્રી હેમંત વેલુરીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં રીયલ એસ્ટેટ એ પરંપરાગત રીતે કૌટુંબિક માલિકીનો બિઝનેસ રહ્યો છે. આ કુટુંબોની બીજી પેઢી વિદેશમાં ભણી છે અને હવે તેઓ પ્રથમ પેઢી પાસેથી તેમના કૌટુંબિક વ્યવસાયને પોતાના હાથમાં લઈ રહી છે, વળી, તેઓ આ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીને અપનાવવા માટે કટિબદ્ધ હોય તેમ જણાઈ રહ્યું
છે. વેચાણ અને માર્કેટિંગની કામગીરીઓમાં પણ કાર્યક્ષમતા હાંસલ કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી હોવાથી આ પ્રકારની આધુનિક ટેકનોલોજીઓને અપનાવવાને નોંધપાત્ર પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વર્ચ્યુઅલ રીયાલિટી તેમાંથી એક છે. હવે ફાઇવ-જીની સેવાઓ માટે ખાસ રાહ જોવી પડે તેમ નહીં હોવાથી ટૂંક સમયમાં જ આવાસીય જગ્યાઓને મેનેજ કરવા માટે થ્રીડી પ્રિન્ટિંગ અને આઇઓટી
જેવી ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળે તો જરાયે નવાઈ નથી. આ ઉપરાંત, ઇએસજી (એન્વાર્યમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ)નો ઉપયોગ કરતી ટેકનોલોજી પર પણ સવિશેષ ફૉકસ રહેશે’
બિઝનેસ ડેલિગેટ્સ, એક્ઝિક્યુટિવ્સ, પ્રોફેશનલ્સ અને આંત્રપ્રેન્યોર્સ સહિત લગભગ 400-500 લોકોએ આ વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમમાં આ અદભૂત પ્રોજેક્ટનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
નિલા સ્પેસીસ લિમિટેડના ડિરેક્ટર શ્રી દીપ વડોદરિયાએ જણાવ્યું હતું કે, ‘ગિફ્ટ સિટી એ એક ઉભરી રહેલું ફાઇનાન્શિયલ અને બિઝનેસ હબ છે તથા તે ભારતીય તેમજ વિદેશી બિઝનેસના વિકાસ માટે ધીમે-ધીમે એક વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ તરીકે વિકસી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ ઝોનમાં સમગ્ર વિશ્વમાંથી વધુને વધુ લોકો, પ્રોફેશનલો, ડેલિગેટ્સ અને લીડરો ફક્ત તેની મુલાકાત જ નહીં લેતા હોય પરંતુ તેમને અહીં કામ કરતાં પણ જોઈ શકાશે. અહીં ટાઉનશિપને વિકસાવવા માટેની સરકારની જાહેરાત એ આ હબની સ્થાપનાનું એક સાહજિક વિસ્તરણ છે. શહેરમાં વસતાં યુવા વ્યાવસાયિકોની જીવનશૈલીને કેન્દ્રમાં રાખીને ટેકનોલોજીની મદદથી અત્યાધુનિક અને સસ્ટેનેબલ અર્બન લિવિંગ સ્પેસીસને વિકસાવવાની અદમ્ય સંભાવનાઓને ધ્યાનમાં રાખી હોવાથી અમારું આ આગામી આવાસીય કૉમ્પલેક્સ અત્યંત વિશિષ્ટ બની રહેશે. અમે ગ્રાહકોને ભવિષ્યનો અનુભવ કરાવવા માંગીએ છીએ, જેથી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓ તેમના ઘરોને વધુ સારી રીતે કસ્ટમાઇઝ કરી શકે અને વધુ સારી તે તેની કલ્પના કરી શકે.’
આ આવાસીય કૉમ્પલેક્સમાં 33 માળ ધરાવતા 117 મીટરના બે ટાવર હશે, જેમાં પ્રત્યેક માળ પર એક, બે અને ત્રણ બેડરૂમનું કૉન્ફિગ્રેશન ધરાવતા એપાર્ટમેન્ટમાં સ્ટુડિયો લિવિંગનો વિશિષ્ટ અનુભવ માણી શકાશે. તેનો ઊભો હરિયાળો રવેશ અદભૂત દ્રશ્યોની સાથે આ કૉમ્પલેક્સને હકારાત્મક ઊર્જાથી ભરી દે છે અને તેને ગિફ્ટ સિટીના ગ્લોબલ ફાઇનાન્શિયલ હબનું એક વિશિષ્ટ સીમાચિહ્ન બનાવી દે છે. શહેરી યુવાનોની જરૂરિયાતોને અનુરૂપ રહીને ડીઝાઇન અને આર્કિટેક્ચરમાં અત્યંત આધુનિક અભિગમને અપનાવવામાં આવે તેની ખાતરી કરવા માટે નિલા સ્પેસીસ લિમિટેડે આ પ્રોજેક્ટની ડીઝાઇન અને આર્કિટેક્ચર સંબંધિત આયોજન માટે આર્કિટેક્ટ્સ તરીકે બ્લોચર પાર્ટનર્સ ઇન્ડિયા સાથે સહકાર સાધ્યો છે.
શ્રી દીપ વડોદરિયાએ આગળ જણાવ્યું હતું કે, ‘ગિફ્ટ સિટીના કેમ્પસની અંદર જ ટાઉનશિપ અને આંતરમાળખું વિકસાવવાના રાજ્ય સરકારના વિઝને વિશ્વસ્તરીય આવાસીય આંતરમાળખાં અને કમ્યુનિટી સ્પેસીસ વિકસાવવા માટે તકોનો એક નવો દ્વાર ખોલી કાઢ્યો છે.’ આ આગામી આવાસીય કૉમ્પલેક્સ તેમાં વસવા જઈ રહેલા લોકોને પૂરું પાડવામાં આવેલું ફક્ત એક માળખું નહીં હોય પરંતુ તે તેમની વિકસતી જઈ રહેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી એક જીવંત રચના બની રહેશે. નિલા સ્પેસીસ લિમિટેડે એક વિશિષ્ટ સુવિધા તરીકે તેના તમામ સભ્યોને રોજબરોજની તમામ સેવાઓ પૂરી પાડવા માટે ‘ક્વિન્ટએસેન્શિયલી’ સાથે સહકાર સાધ્યો છે, જે યુવાનોની અત્યંત ઝડપી જીવનશૈલીને સ્પષ્ટપણે પૂરક બની રહેતી લાક્ષણિકતા છે. ક્વિન્ટએસેન્શિયલી એ ફક્ત તેના સભ્યો માટેની વિશ્વવિખ્યાત કૉન્સિએર્જ ક્લબ છે, જેની સમગ્ર વિશ્વમાં ઓછામાં ઓછી 35 ઑફિસ આવેલી છે. છેલ્લાં એક દાયકાથી ભારતમાં સંચાલન કરી રહેલી આ ક્લબે વિશિષ્ટ પ્રકારની સુવિધાઓ પૂરી પાડનારા અને સાચા અર્થમાં જીવનશૈલીલક્ષી હોય ફક્ત તેવા જ પ્રોજેક્ટ્સમાં સહાયક સેવાઓ પૂરી પાડવા માટે દેશના મોટાભાગના નોંધપાત્ર રીયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે સહયોગ સાધ્યો છે.