શોધખોળ કરો
આજે નાણામંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ, ખેડૂતો-યુવાઓને મળી શકે મોટા લાભ
નવા વર્ષના બજેટમાં રૂપાણી સરકાર રાજ્યના ખેડૂતો અને યુવાઓને પર લાભ વરસાવી શકે છે. વિધાનસભા સત્રમાં બજેટ પર ચર્ચા અને હંગામો થવાની સંભાવના છે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ આજે બજેટ રજૂ કરવાના છે. આ નવા વર્ષના બજેટમાં રૂપાણી સરકાર રાજ્યના ખેડૂતો અને યુવાઓને પર લાભ વરસાવી શકે છે. વિધાનસભા સત્રમાં બજેટ પર ચર્ચા અને હંગામો થવાની સંભાવના છે.
ગુજરાત વિધાનસભામાં 22 દિવસનુ સત્ર બોલાવવામાં આવ્યુ છે, અંદાજે 25 બેઠકો થઇ શકે છે. આ બજેટ સરકાર અને લોકો માટે લાભદાયી હોવાની પુરેપુરી સંભાવના છે કેમકે આ વર્ષ રાજ્યમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીનું વર્ષ છે.
વળી, બીજીબાજુ બજેટ સત્રમાં હંગામો થવાની પુરેપુરી સંભાવના છે. સરકારી ભરતીમાં અનામત અંગેનો પરિપત્ર, આદિવાસી પ્રમાણપત્રોની બબાલ, પાક વીમો, બેરોજગારી વગેરે સહિતના મુદ્દાઓને લઇને વિપક્ષ સરકારને ઘેરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સત્રમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યો સ્વ. દોલતભાઇ દેસાઇ, ગોવિંદભાઇ ચૌહાણ અને કરમશીભાઇ પટેલના નિધનના શોકદર્શક ઉલ્લેખો કરીને શોકાજંલિ પાઠવવામાં આવશે.
વધુ વાંચો
Advertisement





















