શોધખોળ કરો

ગુજરાતમાં ભારે વરસાદ પછી 3 NH સહિત 51 સ્ટેટ હાઈવે, 483 પંચાયતના રોડ બંધ, 138 એસટીના રૂટ બંધ

જ્યમાં થયેલા વરસાદના કારણે ૫૧ સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, ૪૮૩ પંચાયત મળી કુલ ૫૩૭ માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં હજી પણ જુનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ  છે. વધુ વરસાદવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે.  રાજ્યનું વહીવટી તંત્ર સુસજજ છે, નાગરિકોને પણ સવિશેષ કાળજી રાખવા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અનુરોધ કર્યો.  અત્યાર સુધીમાં કુલ ૩૧,૦૩૫નું સ્થળાંતર કરાયું. ૯,૮૪૮ સ્વગૃહે પરત ફર્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ અપાશે. એસડીઆરએફની કુલ ૨૧ જ્યારે એનડીઆરએફની કુલ ૧૮ ટીમો તહેનાત. અસરગ્રસ્ત તમામ ૭૬૯ ગામોમાં વીજળી પૂર્વવત કરાઈ. કચ્છ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકામાં અંદાજે ૧૧૦ થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરાયા. રાજ્યના ૨૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૫૧ સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, ૪૮૩ પંચાયત મળી કુલ ૫૩૭ માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૧, નવસારી નેશનલ હાઈવે-૬૪ અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયો છે તે ખુબ જ ઝડપથી  પૂર્વવત થઈ જશે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇ કાલે હવાઇ નિરીક્ષણ બાદ છોટા ઉદેપુરના બોડેલી ખાતે નાગરિકોને મળીને દુખમાં સહભાગી થઇને તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત નવસારીમાં પણ આશ્રયસ્થાનો માં આશ્રય લઇ રહેલા સ્થાનિક અસરગ્રસ્તોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પુછી તેમના માટે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સુચનાઓ આપી હતી. એટલુ જ નહિ, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુધ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ આપવા વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી.
 
મંત્રી ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ૨૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત ૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા અને ૭૭ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના ૪૬.૨૫ ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના ૪૮ ટકા ભરાયા છે. 

મંત્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૮ એનડીઆરએફની પ્લાટુન અને ૨૧ એસડીઆરએફની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૭૫ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક યુવાઓના સહયોગથી કચ્ચ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાના વિવિધ ગામોમાં પાણીમાં ફસાયેલા અંદાજે ૧૧૦ થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર સ્થાનિકો, એનડીઆરએફ -એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર અભિનંદનને પાત્ર છે. 

મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી. 

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના ગામોમાં કાર્યરત ૧૪,૬૧૦ એસટી બસના રૂટમાંથી માત્ર ૧૩૮ ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ ૧૪ રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે ૧૨૪ રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે ૧૮ હજારથી વધુ ગામો પૈકી માત્ર ૭૬૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. આ માટે પણ જી.યુ.વી.એન.એલના અધિકારીઓને મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.

મંત્રી ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget