શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યના આ 16 જિલ્લામાંથી કોઈ મંત્રી નહીં, બાકીના 17 જિલ્લામાંથી 24 મંત્રી

અમરેલી, આણંદ, અરવલ્લી, ભરુચ, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ભરુચ, ડાંગ, તાપી, કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, પાટણ અને ગાંધીનગર જિલ્લામાંથી એક ધારાસભ્યને મંત્રીપદ મળ્યું નથી.

ગાંધીનગરઃ ગઈ કાલે ભુપેન્દ્ર પટેલ કેબિનેટના 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આ પછી ગઈ કાલે જ 10 કેબિનેટ, 5 રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભાર ધરાવતા અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓને તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. નવા 24 મંત્રીઓ 17 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે 16 જિલ્લામાંથી એકપણ ધારાસભ્યને મંત્રીપદ મળ્યું નથી. 

આ જિલ્લાઓની વાત કરીએ તો, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરુચ, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ભરુચ, ડાંગ, તાપી, કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, પાટણ અને ગાંધીનગર જિલ્લામાંથી એક ધારાસભ્યને મંત્રીપદ મળ્યું નથી. સૌથી વધુ સુરત જિલ્લાના 4 મંત્રીઓ બન્યા છે. જેમાં પૂર્ણેશ મોદી અને નરેશ પટેલને કેબિનેટ મંત્રાલય, જ્યારે હર્ષ સંઘવીને રાજ્યકક્ષાનું ગૃહમંત્રીનું પદ મળ્યું છે, તો વિનોદ મોરડિયાને પણ રાજ્યકક્ષાના શહેરી વિકાસ વિભાગ જેવું મલાઇદાર ખાતું અપાયું છે. 

બોટાદમાંથી આત્મારામ પરમારનું નામ ચાલતું હતું. જોકે, તેમનું છેલ્લી ઘડીએ પત્તુ કપાઇ ગયું હતું. આ સિવાય કચ્છમાં ડો.નીમાબેન આચાર્યનું નામ પણ મંત્રી તરીકે ચાલી રહ્યું હતું. પરંતુ તેમનું નામ પણ કપાયું હતું. જોકે, તેમને સ્પીકરપદ આપી દેવાયું છે. આવી જ રીતે અમરેલી જિલ્લાથી પ્રતિનિધિત્વ કરી રહેલા જે.વી. કાકડિયાનું નામ પણ ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમની પણ બાદબાકી થઈ ગઈ હતી. 

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે. 

કેબિનેટ મંત્રી

રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો,

ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો

પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ

રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)-કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન

કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)- નાણા મંત્રાલય

કિરિટસિંહ રાણા (લીંબડી)- વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી,

નરેશ પટેલ (ગણદેવી-નવસારી)- વન પર્યાવરણ આદિજાતી

પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ)-સામાજિક ન્યાય અને અધિકારીતા

અર્જુનસિંહ  ચૌહાણ (મહેમદાવાદ)-ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ,

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી (મજૂરા-સુરત)- ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃિત પ્રવૃતિઓ

જગદીશ પંચાલ (નિકોલ, અમદાવાદ)-કુટિર ઉદ્યોગ

બ્રિજેશ મેરજા (મોરબી)-શ્રમ રોજગાર

જીતુભાઈ ચૌધરી (કપરાડા,વલસાડ)- કલ્પસર, મત્સ્યોદ્યોગ

મનિષા વકીલ (વડોદરા શહેર)- મહિલા બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના મંત્રી

મુકેશ પટેલ (ઓલપાડ, સુરત)- કૃષિ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ

નિમિષા સુથાર (મોરવા હડફ, પંચમહાલ)- આદિજાતી વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ

 અરવિંદ રૈયાણી (રાજકોટ)- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન

 કુબેર ડિંડોર (સંતરામપુર, મહીસાગર)- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો

કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ, બનાસકાંઠા) પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ગજેન્દ્રસિંહ પરમાર (પ્રાંતિજ, સાબરકાંઠા)- અન્ન નાગિરક પુરવઠો

રાઘવજી મકવાણા (મહુવા, ભાવનગર)- સામાજિક ન્યાય અધિકારીતા

વિનુ મોરડિયા (કતારગામ, સુરત)- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

દેવાભાઈ માલમ (કેશોદ, જૂનાગઢ)- પશુપાલન અને ગૌ સંવર્ધન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget