શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતનું કયું જાણીતું પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું?
કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં બંધ થયેલ ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે.
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના સામે લડી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં બંધ થયેલ ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે.
એડવેન્ચર એકટીવીટી સહિત નૌકાવિહાર ચાલુ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ ગઈ છે. અનલોક 5 વચ્ચે હવે સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિત જોવાલાયક સ્થળો કોવિન્ડ-19 ની ગાઈડ લાઈન મુજબ શરૂ કરવામાં આવ્યા છે.
ગઈ કાલે 1204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે અનને સાજા થવાનો દર 84.14 ટકા થયો છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત-4, ભાવનગર- 1, ભાવનગર કોર્પોરેશન- 2, ગાંધીનગર - 3, ભાવનગર -1 , રાજકોટ કોર્પોરેશન-1, સુરત કોર્પોરેશન-1 અને જૂનાગઢમાં 1ના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં -181, સુરતમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 161, રાજકોટ કોર્પોરેશન - 104, જામનગર કોર્પોરેશન - 105, સુરત-102, વડોદરા કોર્પોરેશન- 98, મહેસાણામાં - 53, રાજકોટ-60, વડોદરા- 42, કચ્છ- 35, પંચમહાલમાં 39, ભાવનગર કોર્પોરેશન -28, બનાસકાંઠા-27, અમરેલીમાં-24, જામનગરમાં 24 નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion