શોધખોળ કરો

Amit Shah Gujarat Visit: હમણાં નરેન્દ્રભાઈએ 20-20 જેવી બેટિંગ કરી છેઃ અમિત શાહ

. ઇસરોના કાયાકલ્પ કર્યા બાદ અને વૈજ્ઞાનિકોને જે પ્રેરણા આપી તે બાદ ચંદ્ર ઉપર પહોંચવામાં આપણે સફળ રહ્યા: અમિત શાહ

Amit Shah Ahmedabad Visit: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યુ હતું. જે બાદ જનસભાને સંબોધતા તેમણે કહ્યું, આજે લગભગ 1500 કરોડથી વધારે કામ મેં તમને સોંપ્યા છે. એક પ્રકારે એક વોર્ડ છૂટ્યો નથી કે એક પણ કામ બાકી રાખ્યા હોય, અનેક પ્રકારના કામ જેની માગણી પણ જનતાએ કરવી પડી નથી. ગોધાવી, ઘુમા જેવા વિસ્તારમાં નાગરિકોએ ડ્રેનેજની માંગણી નથી કરી. મુખ્યમંત્રીને અભિનંદન આપું છે કે લોકો માંગે એના પહેલા સુવિધા આપી. જ્યારે મેં પત્ર લખ્યો હોય AUDA કે AMC કે રાજ્ય સરકારને, છેલ્લા 52 મહિનામાં 17544 કરોડના કાર્ય થયા છે. ભારત સરકારના મેટ્રો સહિતના કાર્ય અલગ છે. 11000 જેટલા કાર્ય કરાયા છ, હમણાં નરેન્દ્ર ભાઈએ 20-20 જેવી બેટિંગ કરી છે. ઇસરોના કાયાકલ્પ કર્યા બાદ અને વૈજ્ઞાનિકોને જે પ્રેરણા આપી તે બાદ ચંદ્ર ઉપર પહોંચવામાં આપણે સફળ રહ્યા.

અમિત શાહે એમ પણ કહ્યું, વિધાનસભા હોય કે લોકસભા 33 ટકા અનામત લાવ્યા તેના માટે તમામ મહિલાઓને અભિનંદન. નીતિ બનાવવા મહિલાઓ નું યોગદાન ખૂબ જરૂરી હતું. નવી સંસદ એટલે ગણેશ ચતુર્થીએ ખુલ્લી મૂકી કેમ કે કોઈ વિઘ્ન ન આવે. મને કોઈ પૂછે તો કોનો દીકરો તો હું મારી માનું નામ દઉં..આપણા દેશમાં મહિલાઓની એ પ્રતિષ્ઠા છે. વિશ્વકર્મા યોજનાની વાત કરું તો નાના વ્યવસાય જેના વગર દેશનો વિકાસ શક્ય નથી, સમાજના બહુ જરૂરી કામ કરવા વાળા પણ આર્થિક રીતે આગળ લાવી સમકક્ષ કરવા સરકારે કામ કર્યું.

અમિત શાહે શું કરી ટકોર

સંબોધન દરમિયાન અમિત શાહે ટકોર કરતાં કહ્યું, ચોમાસુ હમણાં ગયું છે.ઘરની આસપાસ ત્રણ વૃક્ષ વાવજો. નવી ચૂંટણી આવે પહેલા વૃક્ષાછદન વધારી ગ્રીન લેયર 5 ટકા સુધી વધારવાનું છે. હું ઘણા સમયે ત્રાગડ આવ્યો પહેલા હું લાલ બસ મારફતે આવતો અને હવે ખૂબ વિકસી ગયું છે.

મુખ્યમંત્રીએ શું કહ્યું

મુખ્યમંત્રીએ કાર્યક્રમ દરમિયાન સંબોધનમાં કહ્યું, કેન્દ્ર સરકારે મંજુર કરેલા મહિલા અનામત બિલ બદલ કેન્દ્ર સરકારને અભિનંદન. એક પણ સપ્તાહ એવું નથી હોતું કે જેમાં વિકાસના કાર્ય ખુલ્લા ન મુકાયા હોય.
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર લોકસભાને 1651 કરોડના વિકાસકાર્યની ભેટ આપવા આવ્યા છે, ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે અમિત શાહ વિકાસની વણઝાર લઈને આવે છે. દેશના શ્રેષ્ઠ લોકસભા બનાવવાનો તેમનો લક્ષ્ય છે. ગાંધીનગર લોકસભા દેશની શ્રેષ્ઠ લોકસભા બને તે માટે અમિત શાહ સતત કાર્યરત રહ્યા છે. આજે અમદાવાદમાં ખુશીનો પ્રસંગ છે. અમિત શાહના અને નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી મેટ્રોને એક વર્ષ પૂર્ણ થયું છે, પહેલા અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં જતા લાલ બસ મળતા એક કલાક થતી, હવે પેટ્રોલનો ખર્ચ અને સમય બચ્યો છે. શહેરી વિકાસમાં સ્વચ્છતાના પાયા ઉપર ભાર મુકાય તો રાજ્યના શહેરોને ચાર ચાંદ લાગી જાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget