શોધખોળ કરો

Rupala Controversy: ક્ષત્રિયોનો વિરોધ આક્રમક થતાં રૂપાલાની સુરક્ષા વધારાઇ, ગાંધીનગર નિવાસસ્થાન લોખંડી સુરક્ષામાં ફેરવાયું

સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વધતા વિરોધ વચ્ચે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે

Lok Sabha Election: ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોના જબરદસ્ત વિરોધ વચ્ચે ઘેરાયેલા છે, રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો થઇ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ અડ્યો છે. ખરેખરમાં, પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વધતા વિરોધ વચ્ચે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે, પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજના આક્રોશને જોતા રૂપાલાની સુરક્ષામાં અચાનક જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે, રૂપાલાના ગાંધીનગરના નિવાસસ્થાને તાબડતોડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આ સુરક્ષમાં અત્યારે ચાર SRPના જવાનોની સાથે હોમગાર્ડ 24 કલાક તૈનાત રહેશે. સેક્ટર 3માં આવેલા નિવાસસ્થાન પોલીસનો આ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય

ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.

રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે. 

વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Embed widget